GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI મોરબી પાટીદાર યુવા સેવા સંઘ- દ્વારા સ્વરક્ષણ માટે પિસ્તોલના લાઈસન્સ આપવા કલેકટરને આવેદનપત્ર

MORBI મોરબી પાટીદાર યુવા સેવા સંઘ- દ્વારા સ્વરક્ષણ માટે પિસ્તોલના લાઈસન્સ આપવા કલેકટરને આવેદનપત્ર

 

 

પાટીદાર યુવા સેવા સંઘ- મો૨બીના જણાવ્યા પ્રમાણે મોરબી જિલ્લામાં પાટીદાર સમાજના દીકરા-દીકરીઓ ઉપર થતાં અન્યાય, અત્યાચાર, વ્યાજના ચક્રમાં ફસાવવા, ડરાવવા, ધમકાવવા, અપહરણ કરી માર મારવો, હત્યાઓ કરવી, આત્મહત્યા કરવા મજબૂર ક૨વા સહિતના બનાવોમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે ત્યારે મોરબી જીલ્લામાં પાટીદાર સમાજના દીકરા-દીકરીઓ પર થતા અન્યાય અને અત્યાચાર તેમજ વ્યાજના વિષચક્રમાં ફસાતા યુવાનોને લડવાના હેતુથી શ્રી પાટીદાર યુવા સેવા સંઘ મોરબીની રચના કરવામાં આવી છે જે સંસ્થા દ્વારા આજે પાટીદાર સમાજના યુવાનોને હથિયાર લાયસન્સ આપવાની માંગ સાથે કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું

Oplus_131072

પાટીદાર યુવા સેવા સંઘ મોરબી દ્વારા કલેકટરને આવેદન પાઠવી જણાવ્યું છે કે મોરબી શેહર અને જીલ્લામાં ૧૫૦ ગામમાં ૬૦ હજાર પાટીદાર પરિવાર રહે છે અનેક પરિવારો વ્યાજખોરી, દાદાગીરી, ગુંડાગીરી, રોમિયોગીરી અને હનીટ્રેપનો શિકાર બન્યા છે આવા ભોગ બનેલ પરિવારોની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે વ્યાજખોરી અને દાદાગીરીનો ભોગ બનેલ પરિવાર ખાનગી રીતે સમાધાન કરી લેતા હોય છે પરંતુ અમુક પરિવારો તંત્ર પાસે મદદ માટે જાય છે તાય્રે તંત્ર પણ આ ગુંડાઓ સાથે મિલીભગત હોય તે રીતે વર્તન કરીને ન્યાય આપવામાં આવતો નથી

Oplus_131072

આવડો મોટો પાટીદાર પરિવાર જીલ્લામાં રહેતો હોય ત્યારે છાશવારે વ્યાજખોરી, દાદાગીરી, ગુંડાગીરી, રોમિયોગીરી અને હનીટ્રેપના બનાવો બનતા રહે છે અને તંત્રની મદદ ના મળતી હોય, રક્ષક જ ભક્ષક બનતા હોય છે ત્યારે આવા ભોગ બનનાર પરિવાર ક્યાં જાય ? તેવો સવાલ પૂછીને પરિવારોની સુરક્ષા માટે પાટીદાર યુવાનો જાતે આગળ આવીને હથિયાર પરવાનગી માંગે છે યુવાનોને હથિયાર પરીવાનગી આપવામાં આવે જેથી તેઓ પાટીદાર પરિવારોની સુરક્ષા કરી સકે તેવી માંગ કરી છે ૧૫૦-૨૦૦ હથિયાર અરજી કરવામાં આવી : જીલ્લા કલેકટર જે મામલે જીલ્લા કલેકટરે જણાવ્યું હતું કે અમુક ગેંગ દ્વારા પાટીદાર સમાજના યુવકોને હેરાનગતિ કરાય છે જેથી હથિયાર માટે ૧૫૦ થી ૨૦૦ જેટલી અરજી કરવામાં આવી છે વ્યાજખોરો સહિતના અસામાજિક ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા અને પગલા ભરવા ખાતરી આપી હતી તેમજ જીલ્લા એસપીને જરૂરી સુચના આપવામાં આવશે તેમ જણાવ્યું હતું

Back to top button
error: Content is protected !!