MORBIMORBI CITY / TALUKO

MORBI મોરબી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીપલીયારાજ દ્વારા જૂન માસ મેલેરિયા વિરોધી માસની ઉજવણી કરવામાં આવી

 

MORBI મોરબી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીપલીયારાજ દ્વારા જૂન માસ મેલેરિયા વિરોધી માસની ઉજવણી કરવામાં આવી

આજરોજ જૂન માસ મેલેરિયા વિરોધી માસ અંતર્ગત મોરબી જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.કે.શ્રીવાસ્તવ સાહેબ, જિલ્લા મેલેરિયા અધિકારી ડો. વી. કે. કારોલીયા સાહેબ અને તાલુકા હેલ્થ ઓફિસર ડો.આરીફ શેરસિયા સાહેબની સૂચના અનવયે અને પ્રા.આ.કે. પીપલીયારાજ ના મેડિકલ ઓફિસર ડો. તનવીર શેરસિયા, સુપરવાઈઝર સલીમભાઈ પીપરવાડીયાના માર્ગદર્શન દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીપલીયારાજના ગામોમાં મેલેરિયા નિર્મૂલન માટે શુ શુ કરવું અને શુ શુ ના કરવું એ બાબતે પોરા અને ગપ્પી માછલી નિદર્શન કરાવી ને માહિતી આપવા માં આવી હતી તેમજ સાથે સાથે પત્રિકા વિતરણ કરવામાં આવેલ તેમજ મેલેરિયા અટકાયત માટે સ્કૂલમાં પ્રચાર પ્રસાર કરી ને વિદ્યાર્થીઓને વિસ્તૃત માહિતી આપવામા આવી કાર્યક્રમને સફળ બનાવવા પ્રા.આ.કેન્દ્ર ની આરોગ્યની ટીમે નિષ્ઠા પૂર્વક કામ કરેલ છે

મેલેરીયા મુક્તિ ના લક્ષ્ય સુધી પહોંચીએ મેલેરિયા માદા એનોફીલીસ મચ્છર દ્વારા ફેલાય છે જે મચ્છર ચોખ્ખા અને બંધિયાર પાણીમાં જ ઈંડા મૂકે છે.મેલેરિયા ના મચ્છર સાંજે તથા રાત્રે વધારે સક્રિય હોય છે

મેલેરીયા રોગ થી બચવા માટે લાંબી બાય ના કપડાં પહેરો. ઘરમાં રહેલા પાણીના પાત્રો ને હવાચુસ્ત રીતે ઢાંકી ને રાખો તેમજ તેની નિયમિત સફાઇ કરો. નકામા ટાયર ભંગાર નો ચોમાસા પહેલા નિકાલ કરો.મેલેરિયાથી બચવા માટે દવાયુક્ત મચ્છરદાની નો ઉપયોગ તેમજ સાંજના સમયે ઘરમાં લીમડાનો ધુમાડો અને મચ્છર વિરોધી ક્રીમનો ઉપયોગ કરો.સરકારી દવાખાનામાં મેલેરિયાનું નિદાન અને સારવાર વિનામૂલ્યે કરવામાં આવે છે

Back to top button
error: Content is protected !!