MORBI:મોરબી વ્યાજની ઉઘરાણી માટે યુવાનનું અપહરણકરી માર મારનાર ચાર શખ્સોની અટકાયત

MORBI:મોરબી વ્યાજની ઉઘરાણી માટે યુવાનનું અપહરણકરી માર મારનાર ચાર શખ્સોની અટકાયત
મોરબીમાં વેપારી યુવાનને વ્યાજના પૈસા માટે અપહરણ કરી માર મારનાર આરોપીઓ સામે ફરિયાદ નોંધી પોલીસે તપાસ ચલાવી હતી જેમાં ચાર ઇસમોને ઝડપી લઈને કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવ્યા છે
મોરબી રાજનગર સોસાયટીમાં રહેતા વિશાલ હસમુખ ગાંભવા નામના વેપારી યુવાને ફરિયાદ નોંધાવી હતી કે ત્રણ લાખ ૨૧ ટકા વ્યાજે લીધા હતા જે રકમ પરત આપ્યા છતાં આરોપીઓએ અપહરણ કરી વ્યાજના સાત લાખની માંગણી કરી માર માર્યો હતો જે ફરિયાદ સંદર્ભે પોલીસે આરોપી આશિષ હેમંતભાઈ આદ્રોજા રહે શક્તિ ટાઉનશીપ ગોલ્ડન વ્યુ બી એપાર્ટમેન્ટ અને રોહિત ઉર્ફે જીગો શંકરભાઈ કૈલા રહે પંચાસર રોડ રાજનગર હનુમાનજી મંદિર વાળાને ઝડપી લઈને કોર્ટમાં રજુ કરતા તારીખ ૧૭ સુધીના રિમાન્ડ મંજુર થયા છે
તેમજ આરોપી કૃતિક ઉર્ફે જયેશ પ્રભુભાઈ રૂપાલા રહે પંચાસર રોડ શ્યામ પાર્ક મોરબી અને ચિરાગ ભાઈલાલભાઈ પટેલ રહે મોરબી રેવા ટાઉનશીપ શનાળા રોડ વાળાને ઝડપી લઈને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરવામાં આવશે તેમજ હજુ એક આરોપી પકડવાનો બાકી છે જેને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે
ઝડપાયેલ આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ સામે આવ્યો ઝડપાયેલા આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ સામે આવ્યો છે જેમાં આરોપી આશિષ આદ્રોજા વિરુદ્ધ એ ડીવીઝન પોલીસ મથકમાં બે ફરિયાદ, આરોપી રોહિત કૈલા વિરુદ્ધ એ ડીવીઝન પોલીસ મથકમાં નવ ફરિયાદ, આરોપી કૃતિક વિરુદ્ધ બે ફરિયાદ અને આરોપી ચિરાગ વિરુદ્ધ બે ફરિયાદ નોંધાઈ ચુકી છે










