MORBI:મોરબી કાળા રંગની સ્કોર્પિયોમાં સગીરનો વીડિયો વાયરલ થતા પોલીસ એક્શનમાં.







MORBI:મોરબી કાળા રંગની સ્કોર્પિયોમાં સગીરનો વીડિયો વાયરલ થતા પોલીસ એક્શનમાં.


મોરબી: આજકાલ સોશિયલ મીડિયામાં લોકપ્રિયતા મેળવવા માટે લોકો કાયદાનું ઉલ્લંઘન કરતા પણ અચકાતા નથી, ત્યારે મોરબીમાં આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર કાળા રંગની સ્કોર્પિયો કાર ચલાવતા એક સગીરનો વીડિયો વાયરલ થતા મોરબી ટ્રાફિક પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી ટ્રાફિક પોલીસ જ્યારે ટ્રાફિક નિયમનની કામગીરીમાં વ્યસ્ત હતી, ત્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં એક સગીર વયનો કિશોર કાળા રંગની સ્કોર્પિયો કાર ચલાવતો જોવા મળ્યો હતો. આ ગંભીર બાબત પોલીસ અધિક્ષકના ધ્યાને આવતા તેમણે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા.
ટ્રાફિક પોલીસે સોશિયલ મીડિયા આઈડીના આધારે તપાસ કરતા માલુમ પડ્યું કે:વાહન માલિક: વસંતભાઇ ગોવીદભાઈ બકુત્રા રહેવાસી: નાની બરાર, તા. માળીયા કાર નંબર: GJ-36-AR-7037
પોલીસે વાહન માલિકનો સંપર્ક કરી તેમને અને તેમના સગીર પુત્રને કાર સાથે પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા. પૂછપરછ દરમિયાન પિતાએ કબૂલાત કરી હતી કે આ કાર તેમનો સગીર પુત્ર જ ચલાવતો હતો અને તેનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કરવામાં આવ્યો હતો.
સગીર વયના કિશોર પાસે જોખમી રીતે કાર ચલાવડાવવા બદલ પોલીસે લાલ આંખ કરી છે. આ મામલે મોટર વ્હીકલ એક્ટ (M.V. Act) ની કલમો હેઠળ ગુનો નોંધી, નામદાર જુવેનાઇલ કોર્ટ, મોરબી ખાતે એન.સી. (Non-Cognizable) રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો છે.
પોલીસનો સંદેશ: વાલીઓએ પોતાના સગીર બાળકોને વાહન ન આપવા જોઈએ, કારણ કે તે માત્ર કાયદાકીય ગુનો જ નથી પણ બાળકના અને અન્ય લોકોના જીવ માટે જોખમી સાબિત થઈ શકે છે.



