MORBI:મોરબી તાલુકા – મકનસર અને બંધુનગર ગામની સમસ્યા નો સુખદ અંત ની ખાતરી




MORBI:મોરબી તાલુકા – મકનસર અને બંધુનગર ગામની સમસ્યા નો સુખદ અંત ની ખાતરી

મોરબી તાલુકાના મકનસર તથા બંધુનગર ગામ પાસે આવેલ 8A નેશનલ હાઇવેના સર્વિસ રોડ પર પાણી ભરાવાની ગંભીર સમસ્યાને લઈ મોરબી ખાતે જિલ્લા કલેક્ટરશ્રી તથા નેશનલ હાઇવે ઓથોરિટી સાથે બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં ધારાસભ્ય શ્રી દુર્લભજીભાઈ દેથરિયા ની આગેવાની માં ગામના આગેવાનો તથા સરપંચશ્રીઓએ હાજરી આપી પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની રજૂઆત કરી હતી.

બેઠક દરમિયાન મકનસર ગામના સરપંચ શ્રી અવચરભાઈ દેગામ, બંધુનગર ગામના સરપંચ શ્રી શેલેશભાઈ દલસાનીયા, તથા બંધુનગર ગામ ના ઉપસરપંચશ્રી રમેશભાઈ ભાડજા, સામજિક યુવા આગેવાન શ્રી ત્રિગુણભાઈ કૈલા, શ્રી નૈમિશભાઈ પ્રજાપતિઅને શ્રી ભરતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
માનનીય કલેક્ટરશ્રીએ રજૂઆતને ગંભીરતાથી લઈ શકાય નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા આ સમસ્યાનું કાયમી સોલ્યુશન લાવવા ગંભીરતાથી ચેતવણી આપી તથા જરૂરી કાર્યવાહી કરવા માટે સૂચના આપી હતી.



