GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી તાલુકા પોલીસે અજાણ્યા યુવાનની મૃતકની ઓળખ મેળવવા માટે લોકો પાસેથી મદદ માંગી.

MORBI:મોરબી તાલુકા પોલીસે અજાણ્યા યુવાનની મૃતકની ઓળખ મેળવવા માટે લોકો પાસેથી મદદ માંગી.

 

 

Oplus_16908288

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ખોડીયાર કાઠીયાવાડી ધાબા માળીયા હાઇ-વે ટીંબડી પાટીયાથી એક અજાણ્યા 35 વર્ષના યુવાન ગત તા 8/4 ના રોજ બપોરે બેભાન અવસ્થા મળી આવેલ હતો જેથી તેને 108 મારફતે સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં સારવારમાં દાખલ કર્યો હતો અને તે અજાણ્યા પુરુષનું તા 11/4 ના સાંજ 7:00 કલાકે સારવાર દરમ્યાન મોત નીપજયું હતું જેથી આ બનાવની સરકારી મારફતે તાલુકા પોલીસને જાણ કરી હતી અને મૃતક યુવાનના બોડીને પીએમ કરીને લાશને કોલ્ડસ્ટોરેજમાં રાખવામા આવી હતી જો કે, આ મૃતક યુવાનના ડાબા હાથમાં હીન્દીમાં “માઁ”, જમણા હાથમાં હીન્દીમાં ‘રાજવીર’, બંધુકની આકૃતી તથા AK ત્રોફાવેલ છે જેથી મૃતક યુવાનની ઓળખ કોઇની પાસે હોય તો તેમણે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એસ.વી.સોલંકી (7990248482) અથવા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ફોન નંબર 02822-242592 ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે.

Back to top button
error: Content is protected !!