હાલોલમાં પૂ.પ.ગોસ્વામી ૧૦૮ શ્રી વાગીશકુમારજી મહારાજશ્રીના ષષ્ઠી પૂર્તિ મહોત્સવની ઉજવણી કરાઈ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૫.૫.૨૦૨૬
હાલોલ નગરના બસ સ્ટેન્ડ સામે આવેલ દ્વારકાધીશ હવેલી ખાતે તૃતીય ગૃહાધીશ કાંકરોલી નરેશ પૂ.પ. ગોસ્વામી ૧૦૮ શ્રીવાગીશકુમારજી મહારાજશ્રી ના ષષ્ઠી પૂર્તિ મહોત્સવ ની ઉજવણી પુષ્ટિમાર્ગીય સમસ્ત કંઠીધારી વૈષ્ણવો દ્વવારા ભક્તિમય માહોલમાં કરવામાં આવી હતી.આ અમૂલ્ય અવસર ને લઇ નગર ના દ્વારકાધીશ હવેલી તેમજ છગન મગન લાલજી મંદિર આ બંને પુષ્ટિમાર્ગીય મંદિરો માં વિવિધ મનોરથોના દર્શન કરવામાં આવ્યા હતા. જેનો લાભ મોટી સંખ્યમાં ઉપસ્થિત વૈષ્ણવો એ લીધો હતો.તૃતીય ગૃહાધીશ કાંકરોલી નરેશ પૂ.પ.ગોસ્વામી ૧૦૮ શ્રીવાગીશકુમારજી મહારાજશ્રી ના ષષ્ઠી પૂર્તિ મહોત્સવ અંતર્ગત આજે શુક્રવાર ના રોજ નગરની મધ્યમાં મંદિર ફળીયા ખાતે આવેલ શ્રી છગન મગન લાલજી મંદિર ખાતે સવારે ૭.૩૦ કલાકે બ્રહ્મસંબંધ દીક્ષા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મહારાજશ્રી દ્વારા ૮૫ વૈષ્ણવોને અષ્ટક્ષર મંત્ર આપી બ્રહ્મસંબંધ દીક્ષા આપવામાં આવી હતી.ત્યારબાદ સવારે ૧૦.૩૦ કલાકે શ્રી ઠાકોરજીના કુનવારો મનોરથના દર્શન ખુલ્લા મૂકવામાં આવતા વૈષ્ણવો દર્શન કરી ધણી બન્યા હતા.જ્યારે સાજે ૫.૩૦ કલાકે શ્રી દ્વારકાધીશ હવેલી ખાતે પૂ.પ.ગો. શ્રીવાગીશકુમારજી મહારાજશ્રીના ષષ્ઠી પૂર્તિ ને લઇ તેમનો અભિવાદન સમારોહ યોજાયો હતો, જેમાં પુષ્ટિ સંપ્રદાયના સમગ્ર વૈષ્ણવો તેમજ જુદી જુદી સંસ્થાઓ દ્વવારા મહારાજશ્રીને પસસ્તીપત્ર તેમજ માળા અર્પણ કરી અભિવાદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેઓશ્રી દ્વવારા વચનામૃત વૈષ્ણવોને પીરસ્યું હતું. જયારે ૬.૩૦ કલાકે શયન માં ઠાકોરજીના રાજદરબાર નો મનોરથ દર્શન કરવામાં આવ્યા હતા.ત્યારબાદ મંદિર ફળીયા ખાતે પુષ્ટિમાર્ગીય સમસ્ત કંઠીધારી વૈષ્ણવો નું મહાપ્રસાદી મહાજન નું આયોજન કરવામાં આવ્યું હતું.આજ રોજ બંને મંદિર ખાતે યોજાયેલ મનોરથ ના મુખ્ય મનોરથી સ્વ. વલ્લવદાસ કેશવલાલ સોની વી.કે.સોની પરીવાર દ્વવારા કરવામાં આવ્યું હતું આ શુભ અવશરે હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર તેમજ પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકકુમાર દેસાઈ અને હજારોની સંખ્યામાં ઉપસ્થિત વૈષ્ણવો એ મહાપ્રસાદીનો લાભ લીધો હતો.









