MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી છેલ્લા ૩ વર્ષથી નાસતો-ફરતો ફેટલ ગુનાનો આરોપી લોધીકાના ચીભડા ગામેથી ઝડપાયો

 

MORBI:મોરબી છેલ્લા ૩ વર્ષથી નાસતો-ફરતો ફેટલ ગુનાનો આરોપી લોધીકાના ચીભડા ગામેથી ઝડપાયો

 

 

મોરબી એસ.ઓ.જી. (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) સ્ટાફને ગુનાખોરી ડામવા અને નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા મળેલી ચોક્કસ બાતમીના આધારે એક મોટી સફળતા મળી છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફેટલ (અકસ્માતે મોતના) ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી પોલીસને થાપ આપી નાસતો-ફરતો આરોપી આખરે પોલીસના સકંજામાં આવી ગયો છે.

મળતી માહિતી મુજબ, મોરબી એસ.ઓ.જી. સ્ટાફને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, મોરબી તાલુકા પોલીસ મથકના ફેટલ ગુનાનો વોન્ટેડ આરોપી અનિલભાઇ મુળજીભાઈ પરમાર (રહે. ગોંધીખેડા ચારણ, તા. સરદારપુર, જી. ધાર, મધ્યપ્રદેશ) હાલ રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાના ચીભડા ગામે છુપાયેલો છે.આ બાતમી મળતાની સાથે જ એસ.ઓ.જી.ની ટીમ એક્શનમાં આવી હતી. એસ.ઓ.જી. પોલીસ કોન્સ્ટેબલ સહિતના સ્ટાફે ચીભડા ગામે પહોંચીને વોચ ગોઠવી હતી અને આરોપી અનિલભાઇ પરમારને આબાદ ઝડપી લીધો હતો.છેલ્લા ૩ વર્ષથી પોલીસ પકડથી દૂર રહેલા આ આરોપીને ઝડપી પાડ્યા બાદ, એસ.ઓ.જી. દ્વારા તેની અટકાયત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી અને તપાસ અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. મોરબી એસ.ઓ.જી.ની આ કામગીરીને પગલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બની છે.

Back to top button
error: Content is protected !!