MORBI મોરબી આમ આદમી પાર્ટી દ્વારા સરકારી આયુર્વેદીક દવાખાના ના દરવાજા પાસે ઉભરાતી ગટર લીધે તંત્ર પર આકરા પ્રહારો
MORBI મોરબી આમ આદમી પાર્ટી દ્વારા સરકારી આયુર્વેદીક દવાખાના ના દરવાજા પાસે ઉભરાતી ગટર લીધે તંત્ર પર આકરા પ્રહારો
મોરબી સામાકાંઠા વિસ્તારમાં આવેલી સરકારી મહેન્દ્રસિંહ આયુર્વેદીક દવાખાના દરવાજા પાસે ઉભરાતી ગટરો છેલ્લા એકાદ વર્ષથી ઉભરાય છે છતાં ત્યાં ના સ્થાનીક નેતા અને જવાબદાર અધિકારીઓ તે સફાઈ કરવામાં નીષ્ફળ કેમ?? દર્દીને જવા માટે ગટર વાળા રસ્તા પર જવું પડે છે એ હાલાકી નો સામનો કરવો પડે છે.આ હોસ્પિટલમાં જીલ્લા ક્ષય કેન્દ્ર છે ત્યાં લોકોને ક્ષય કેન્દ્રમાં જવા માટે ફરજીયાત ઉભરાતી ગટર ના પાણીમાં જવું પડે છે. આ બાબતે આમ આદમી પાર્ટી ના મોરબી જિલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજા દ્વારા તંત્ર પર આકરા પ્રહારો કર્યા છે કે તંત્ર દ્વારા આ આંખ આડા કાન કરી વહીવટદાર સામે કાર્યવાહી કરતાં નથી. આ હોસ્પિટલ માંદગી દુર કરવા ની જગ્યાએ માંદગી નું ધર કરે છે એવો કટાક્ષ તંત્ર પર કર્યો છે. સાથે સાથે પંકજભાઈ આદ્રોજા દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ તંત્ર જો આ સફાઈ નહીં કરવે અને હોસ્પિટલમાં જવા નો રસ્તામાં ગટરો ના પાણી હશે તો ઉગ્ર આંદોલન કરશે અને હોસ્પિટલને તાળાં બંધી કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે…