MORBI :મોરબી વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના આગેવાનો શહેરના પ્રશ્નોને લઈને મ્યુનીસીપલ કમિશ્નરને રજૂઆત માટે ગયેલ : પ્રશ્નો સાંભળવા ઇનકાર કર્યા
MORBI :મોરબી વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના આગેવાનો શહેરના પ્રશ્નોને લઈને મ્યુનીસીપલ કમિશ્નરને રજૂઆત માટે ગયેલ : પ્રશ્નો સાંભળવા ઇનકાર કર્યા
મોરબી શહેરમાં વિવિધ કામગીરી યોગ્ય રીતે કરવાની માંગ માટે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના આગેવાનો મહાપાલિકાના મ્યુનીસીપલ કમિશ્નરને રજૂઆત માટે ગયા હતા પરંતુ કમિશનરે સાંભળવા ઇનકાર કર્યાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે ત્યારે હિંદુ સંગઠનોએ કમિશ્નરના તાનાશાહી રવૈયાનો વિરોધ કર્યો હતો
વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દલ દ્વારા મોરબી શહેરના વિવિધ પ્રશ્નોની રજૂઆત માટે આવેદન પાઠવવાનું હતું અને સોમવારે મ્યુનીસીપલ કમિશ્નર પ્રજાના પ્રશ્નો જાણતા હોવાથી તા. ૦૯ જુનના રોજ વિશ્વ હિન્દુ પરિષદના જીલ્લા તથા પ્રખંડના જવાબદાર લોકો મોરબી મહાનગરપાલિકાના કમિશનર સાહેબને રૂબરૂ મળી અને આવેદન આપવા ગયેલ હતા. મોરબી મહાનગરપાલિકાની તાનાશાહી જે ચાલી રહી છે એના વિરોધમાં આવેદનપત્ર આપેલ હતું. વિશ્વ હિન્દુ પરિષદના જીલ્લાના જવાબદાર વ્યક્તિને મળવાની સ્પષ્ટ શબ્દોમાં કમિશનર સાહેબે ના પાડી દીધેલ છે. તમે વાળા સાહેબને મળી લો જરૂર લાગશે તો હું મળીશ. અમોને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી દરેક સરકારી કર્મચારી લોકોના સેવક છે. સોમવારે લોકોને મળવાનો સમય ખુદ એમને જ આપ્યો હોવાથી આવેદનપત્ર આપવા ગયેલ હતા. પરંતુ રૂબરૂ મુલાકાત કરી પ્રશ્ન સાંભળવા ઇનકાર કર્યો હતો જેથી રોષ ભભૂકી રહ્યો છે