KALOL(Panchamahal)PANCHMAHAL

કાયદેસરનુ લ્હેણુ સાબિત કરી ન શકતા આરોપીને ચેક રીટર્ન કેસમાં વડોદરા કોર્ટે નિર્દોષ જાહેર કરી છોડી મુક્યો.

 

તારીખ ૦૯/૦૫/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

વડોદરાના સંજયપાર્ક મા રહેતા અને પોર જીઆઈડીસીમાં શ્રી સાંઈ એગ્રો ઓર્ગેનીક નામથી ખાતર બનાવવાનો ધંધો કરતા રાજેન્દ્ર ગણપતરાવ સુર્વે એ અમદાવાદ અમરાઈવાડીમાં રહેતા ભાવેશભાઈ ગૌડ સામે ચેક રીટર્ન ની ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી ભાવેશભાઈ ગૌડ મોબાઈલ એસેસરી અને ફાઇનાન્સ નો ધંધો કરે છે જેની જાણ ફરિયાદીના મિત્ર પરેશભાઈ અને વિપુલ શર્મા મારફતે થઈ હતી અને ત્યારથી આરોપીને ઓળખતા હોય ફરિયાદીને કોરોના સમયે ધંધો મંદો પડતા કંપની સામે 3 કરોડ રૂપિયાની જરૂર પડી હતી જેથી આરોપીએ જણાવેલ કે આટલી મોટી રકમ માટે તમારે પ્રોસેસ ફી રૂ 1 લાખ જમા કરાવવી પડે જો લોન પાસ ન થાય તો પ્રોસેસ ફી પરત આપવાનો વિશ્વાસ આપ્યો હતો જેથી ફરિયાદીએ એક લાખ આપ્યા હતા જે બાદ આરોપીએ લોન અંગેનો કોઈ પ્રોસેસ કરાવેલ નહીં કે કોઈ વેલ્યુએશન પણ કરાવી નહીં ફરીયાદીએ કડક ઉઘરાણી કરતા તા ૩૦/૦૩/૨૦૨૨ નો ચેક આપ્યો હતો જે ચેક,”પેમેન્ટ સ્ટોપ બાય ડ્રોઅર” ના શેરા સાથે રિટર્ન થયો હતો જે બાદ વડોદરાના બીજા એડી ચીફ જયુ મેજિસ્ટ્રેટ સમક્ષ ચેક રીટર્ન ની ફરિયાદ દાખલ કરી હતી જેમા આરોપી તરફે એડવોકેટ એન એ ગાંધી હાજર રહ્યા હતા જેઓની ઊલટ તપાસમાં આરોપીને રૂ ૧ લાખ ક્યારે કઈ તારીખે આપ્યા તે ચોક્કસ યાદ નથી. એક લાખ આપ્યા તેની કોઈ નોંધ કરી નથી કે હિસાબમાં જણાવેલ નથી. આરોપી ફાઇનાન્સ નો ધંધો કરતા હોવાનો કોઈ પુરાવો રજૂ કર્યો નથી. આરોપીની ઓળખાણ જેમના મારફતે થઈ હતી તેવા કોઈ સાહેદ તપાસેલ નથી વધુમાં આરોપીને ટુકડે ટુકડે પૈસા આપ્યા હોવાનું પણ સ્વીકારેલ છે પણ તેનો કોઈ પુરાવો રજૂ કરતા નથી સમગ્ર મામલે આરોપીના એડવોકેટ એન એ ગાંધી ની દલીલો ગ્રાહ્ય રાખી વડોદરાના બીજા એડી ચીફ જયુ મેજિસ્ટ્રેટ કુ. એ એસ શેખ દ્વારા આરોપીએ ફરિયાદીને આપેલ ચેક કાયદેસના લ્હેણા પેટે આપેલ હોય તેવી કોઈ હકીકત રેકર્ડ ઉપરથી ફલીત થતી નથી તેથી આરોપી ભાવેશભાઈ ગૌડ ને નિર્દોષ જાહેર કરી છોડી મુકવાનો આદેશ આપ્યો છે.

Back to top button
error: Content is protected !!