KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ ખાતે વિધાર્થી બાળકો ને “માર્કશીટ થી નહીં પણ સંવાદ થી સમજવાની “શરૂઆત નો નિઃશુલ્ક સેમિનાર યોજાશે.

 

તારીખ ૦૯/૦૫/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

આજના સમયમાં બાળકોના ભવિષ્યને લઈને વાલીઓની ચિંતાઓ અને અપેક્ષાઓ સતત વધી રહી છે. માર્કશીટ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને કારકિર્દીની દોડ વચ્ચે બાળકનું મૂળ વ્યક્તિત્વ, તેની આંતરિક ક્ષમતા અને માનસિક સ્વાસ્થ્ય ઘણીવાર પાછળ રહી જાય છે. આવી જ સંવેદનશીલ અને સમયોચિત બાબતો પર અર્થપૂર્ણ ચર્ચા કરવા માટે “સામર્થ્યમ પેરેન્ટ્સ મીટ – Marks to Mastery” નું આયોજન તા. ૯ મેના રોજ સાંજે ૭:૧૫ વાગ્યે સિદ્ધનાથ મહાદેવ કાલોલ ખાતે નિઃશુલ્ક કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમનું આયોજન અનિરાદિચિતા થિયેટર એન્ડ ફિલ્મ્સ એસોસિએશન તથા ધ થેસ્પિયન’સ ટ્રાઈબ દ્વારા કરવામાં આવ્યું છે. માત્ર એક સેમિનાર નહીં પરંતુ એક સંવાદરૂપ બેઠક તરીકે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વાલીઓ પોતાના વિચારો, ચિંતાઓ અને અનુભવો ખુલ્લા હૃદયથી વ્યક્ત કરી શકશે.કાર્યક્રમનું સંચાલન જાણીતા શિક્ષણવિચારક અને બોટની ફેસ્ટ વડોદરાના ડિરેક્ટર તથા  IIT Classes ના ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડિનેટર કૃષ્ણા સિંહ રાજપૂત અને યુવા સર્જક અનિકેત પંડ્યા દ્વારા કરવામાં આવશે. શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓ સાથે લાંબા સમયથી કાર્યરત કૃષ્ણા સિંહ રાજપૂત ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓમાં શૈક્ષણિક સાથે માનસિક અને વ્યવહારિક તૈયારી પર ભાર મૂકતા આવ્યા છે. બોટની ફેસ્ટ જેવા શૈક્ષણિક મંચ દ્વારા તેમણે અનેક વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક અભિગમ અને આત્મવિશ્વાસ સાથે આગળ વધવા પ્રેરિત કર્યા છે.આ કાર્યક્રમમાં પ્રવચનો ઉપરાંત ખુલ્લી ચર્ચા અને “Parents’ Voice Sharing” જેવા સત્રો પણ યોજાશે, જ્યાં વાલીઓ પોતાના અનુભવો અને પ્રશ્નો શેર કરી શકશે. આયોજકોના મતે, આજના સમયમાં બાળકોને સમજવા માટે માત્ર શૈક્ષણિક અભિગમ પૂરતો નથી, પરંતુ સંવેદનશીલ અને સર્જનાત્મક અભિગમ જરૂરી છે

Back to top button
error: Content is protected !!