GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી વિશ્વ મેલેરીયા દિવસ નિમીતે લાલપર ગામમાં રેલીનું આયોજન
MORBI:મોરબી વિશ્વ મેલેરીયા દિવસ નિમીતે લાલપર ગામમાં રેલીનું આયોજન
મોરબી મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.શ્રીવાસ્તવ સાહેબ, જીલ્લા મેલેરીયા અધિકારીશ્રી ડૉ. કારોલીયા સાહેબ ની સૂચના અનુસાર તેમજ મોરબી તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ડૉ. કોટડીયા સાહેબ ના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપર ની ટીમ દ્રારા આજ રોજ 25 એપ્રીલ 2025 વિશ્વ મેલેરીયા દિવસ નિમીતે લાલપર ગામમાં રેલીનું આયોજન કરી સેજાના ગામોમાં રંગોળી, જુથ ચર્ચાઓ, પત્રીકા વિતરણ, પોરા નિદર્શન અને મેલેરીયા અટકાયતી પગલા અને વિવિધ પ્રકારની આઈ.ઈ.સી. હાથ ધરવામાં આવી. મેડિકલ ઓફિસર ડો. રાધિકાબેન વડાવિયા, આયુષ મેડિકલ ઓફિસર ડો.જયેશ રામાવત, સુપરવાઈઝર દિપકભાઈ વ્યાસ તથા પી.એચ.સી. ના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી.