GETCO-JMR ડીવી.-ખાતાકીય તપાસ ક્યારે?
મોંઘા વાયર ચોરાય અને પોલીસ તપાસની જહેમત ઉઠાવે-જેટકો દ્વારા પોતાના જવાબદારો સામે કંઇ પગલા નહી? કેમ એમ?
ઓઇલના ખાલી ટેન્કરમાં કિંમતી વાયર નાખીને ચોરવાનું કારસ્તાન ઝડપાયુ”તુ
સુપ્રીન્ટેન્ડન્ટના હુકમનું પાલન કેમ ન થયુ? કોને છાવરવાના છે?ડીવીઝન કચેરીના “સેટર”કોણ?
સ્ટોક રજીસ્ટરમાં દર્શાવી બાદ વપરાશ દર્શાવી કિંમતી માલ સગેવગે થતો હોવાની આશંકા
જામનગર (ભરત ભોગાયતા)
GETCO ના JMR ડીવીઝનમાં મોંઘા વાયર ચોરી અંગે ખાતાકીય તપાસ ક્યારે થશે? તે સવાલ હજુય ઘણા સમયથી એમ ને એમ ઉભો છે કેમકે મોંઘા વાયર જેટકોના સબડીવીઝનમાંથી ચોરાય જ્યાં અધીકારીઓ પણ હોય સીક્યોરીટી પણ હોય છતા આ ચોરીની તપાસની જહેમત પોલીસએ ઉઠાવવાની રહે છે જેટકોનું ડીપાર્ટમેન્ટ તપાસની જહેમત ક્યારે ઉઠાવશે?-જેટકોના જવાબદારો સામે કંઇ પગલા નહી? કેમ એમ?
સિક્કા ટીપીએસ ગેઇટ પાસેથી ઓઇલના ખાલી ટેન્કરમાં કિંમતી વાયર નાખીને ચોરવાનું કારસ્તાન ઝડપાયુ”તુ ત્યારે ખાતાકીય તપાસના હુકમ થયા હતા છતા એ હુકમ કરનાર સુપ્રીન્ટેન્ડન્ટના આ હુકમનું પાલન કેમ ન થયુ? તો કોને છાવરવાના છે?ડીવીઝન કચેરીના “સેટર”કોણ? વગેરે સવાલો ઉભો થયા છે અને સ્ટોક રજીસ્ટરમાં વાયર,ફ્યુઝ,સ્વીચ,કન્ડક્ટર,રાઉટર,ચીપ વગેરે જેવુ ઘણુ દર્શાવી બાદ વપરાશ દર્શાવી કિંમતી માલ સગેવગે થતો હોવાની પણ આશંકા હોવાનું સુત્રો કહે છે વળી વાયર ચોરાય તેથી વધુ જથ્થો ફરીયાદમાં લખાવાતો હશે? જેથી બીજો બાકી પણ જે સ્ટોકમાં બોલતો હોય તો તે પણ સગેવગે કરી શકાય તેમ પણ અમુક જાણકારોએ સવાલ ઉઠાવ્યા છે
જેટકોમાં પડતર લોખંડ,તાંબા,એલ્યુમીનીયમ કે જુનો ભંગાર જે કન્ડમ પડેલો હોય તેને જમા કરાવવાના વડી કચેરીના આદેશ થયા હતા જે અમલમાં છે
છતાં અગાઉ સિક્કા થર્મલ પાવર ની CISF દ્વારા ચેકિંગ કરતા ખાલી થઇ પરત થઇ રહેલા એક ઓઈલ ટેન્કરમાં TPS 66 કે વી નો પડતર ભંગાર તાંબિ ,એલ્યુમીનીયમ વગેરે મળ્યા હતા જે જેટકોના ૩ કર્મચારીઓ લઇ જતા હોવાનું ખુલ્યુ હતુ અને જેઓની વિરુદ્ધ સિક્કા પો સ્ટે મા CISF સિક્યોરિટી એ એ ફરિયાદ આપેલ અને ત્યાર બાદ આ લગત ૬૬ કેવી સબસ્ટેશનમાં તપાસ થઇ હતી ત્યાં પણ ઘણો શંકાસ્પદ ભંગાર જે જમા ના કરાવી રાખી મૂકેલો તે બાબતે જામનગર ડીવીઝન કાર્યપાલક ને સુપ્રિન્ટેન્ડન્ટ એ ખાતાકીય તપાસ સોંપી હતી પરંતુ તપાસ કોની થઇ?કોની સામે પગલા લીધા?ડીવીઝન કચેરીના કોઇ સાથે સામેલ હતા કે નહી? તે કંઇ જાહેર થયુ ન હતુ. આ દરેક પ્રોપર્ટી જાહેર છે અને ગેરરીતી પકડવી તેમજ પગલા લેવા વગેરે બાબત લોકોને ખબર પડવી જોઇએ ગુજરાત સરકાર પણ તપાસ કરે તો રીપોર્ટ સાર્વજનીક કરે જ છે અને હવે તો સર્કલ ઓફીસ સાત રસ્તા ના ડીવીઝનના કેમ્પસમાં જ હોઇ અધુરી કે બાકી કે નવી તપાસો અંગે સર્કલ હેડ સુપ્રિ. વધુ ધ્યાન આપી શકે તેમ છે
ઉપરાંત જેટકો જામનગરમાં સાત રસ્તા સર્કલ નજીક આવેલા જેટકો કંપનીના એરિયામાં કોઈ તસ્કરે પ્રવેશ કરી લઈ ખુલ્લા કમ્પાઉન્ડમાં રાખેલા વાયરના ડ્રમ માંથી કોઈ તસ્કરો રૂપિયા ૧૦,૮૧૪ની કિંમત ના ૨૪૦ મીટર ઇલેક્ટ્રિક વાયર ચોરી કરી લઈ ગયા હતા. જે ચોરીના બનાવ અંગે જેટકો કંપનીના કર્મચારી આશિષભાઈ હસમુખભાઈ ત્રિવેદીએ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી તસ્કરો ને શોધવા માટેની કવાયત હાથ ધરી હતી પરંતુ પોલીસ બધી જ મહેનત કરે તો જેટકો ના જવાબદારો પોતે સીસીટીવી કેમેરા જોઇ ચેક ન કરી શકે?અને ઇન્ચાર્જ જે હોઇ તેની પુછપરછ ન થઇ શકે?ચોરી માટે જવાબદાર કોણ?તે ડીપાર્ટમેન્ટે પણ તપાસ કરવી જોઇએ
વળી જામનગર નજીકથી ઠેબા ચોકડી પાસે 220 કે.વી. સબ સ્ટેશન ના એરિયામાં કોઈ તસ્કરો એ ખાતર પાડ્યું હતું, અને મેદાનમાં રાખવામાં આવેલા જુદા જુદા રૂપિયા પોણા બે લાખની કિંમતના કેબલની ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે.જામનગર નજીક ઠેબા ચોકડી પાસે જેટકો નું 220 કેવી સબ સ્ટેશન આવેલું છે, જ્યાં ઇલેક્ટ્રીક ને લગતો માલ સમાન રાખવામાં આવ્યો છે.જે સબ સ્ટેશનના એરિયામાં દિવાલ કૂદીને કોઈ તસ્કરોએ પ્રવેશ કર્યો હતો, અને જુદા જુદા વાયર ના બંડલોમાંથી કુલ રૂૂપિયા 1,75,000 ની કિંમત ના કેબલની ચોરી કરી લઈ ગયા હતા. જે બનાવ અંગે હરિસિંહ નાથુભા જાડેજાએ પંચકોષી એ. ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસ દ્વારા તપાસ નો ધમધમાટ શરૂ કરાયો હતો
આ તો અમુક તાજેતરની વાત થઇ પરંતુ ફરીયાદ ન થઇ હોય તેવા ચોરીના કિસ્સાઓ હશે?અમુક ચોક્કસ જગ્યાએ સીસીટીવી બંધ રહેતા હશે? અધીકારીઓ ઉપર ચોક્કસ લોકોનુ દબાણ હશે? વગેરે પ્રશ્ર્નો હાલ અનુતર હોઇ હવે જેટકોના જામનગર ડીવીઝનની વડી કચેરીમાં જો કોઇ ગંભીર પગલા લેવા પડે તો તે લઇ દાખલો બેસાડવાની જરૂર છે જો કે તે દરમ્યાન અમુક સંવેદનશીલ બાબતો આ કચેરીની બહાર આવવામાં છે જે આગળ ઉપર જોઇશું જેમાં અમુકના તપેલા ચડે તો નવાઇ નહી….!!!
____________
—-regards
bharat g.bhogayata
b.sc.,ll.b.,d.n.y.(GAU)
gov.accre.Journalist
jamnagar
8758659878
bhogayatabharat@gmail.com