GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI મોરબીમા ભાજપ દ્વારા સંવિધાન હત્યા દિવસની ઉજવણીમાં જિલ્લા વહીવટી તંત્ર કોની સૂચનાથી જોડાયું.? કોંગ્રેસ 

 

MORBI મોરબીમા ભાજપ દ્વારા સંવિધાન હત્યા દિવસની ઉજવણીમાં જિલ્લા વહીવટી તંત્ર કોની સૂચનાથી જોડાયું.? કોંગ્રેસ

 

મોરબીમાં ભાજપ દ્વારા સંવિધાન હત્યા દિવસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાનું વહીવટી તંત્ર પણ જોડાયું હોય આ અંગે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ મોરબી જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરીને આ કાર્યક્રમમાં જિલ્લા વહીવટી તંત્ર કોની સૂચનાથી જોડાયું હતું તે અંગે જવાબ માગ્યો.

મોદી સરકારની મનસ્વી અને ભ્રષ્ટ વહીવટથી દેશમાં છેલ્લા ૧૧ વર્ષથી અથોષિત ઈમરજન્સીનો જનતા ભોગ બની રહી છે ત્યારે રોજ બરોજ સંવિધાનના ધજીયા ઉડી રહ્યા છે એજ ભ્રષ્ટ ભાજપા સંવિધાન હત્યા દિવસની ઉજવણી કરે…?

આ કટોકટી લગાવ્યાના ૫૦ વર્ષ પૂર્ણ થવા પર મોરબી મુકામે સુવિધાન હત્યા દિવસનો કાર્યક્રમ કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં કલેકટર તથા જીલ્લા સરકારી તંત્ર ઉપસ્થિત રહેલ. દ્વારા આવો કાર્યક્રમ કોની સુચનાથી કરવામાં આવેલ છે. તેમજ આવો કાર્યક્રમ સરકારશ્રી દ્વારા નિર્ધારીત કરવામાં આવેલ છે કે કેમ ? જેની અમોને લેખીતમાં જાણ કરવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી છે

જે કટોકટી લાગેલ તે કટોકટી પણ ભારતીય બંધારણ મુજબ લગાવવામાં આવેલ તો તેને સંવિધાન હત્યા દિવસ કઈ રીતે કહી શકાય? આવા કાર્યક્રમો આપી વહીવટી તંત્રએ લોકશાહીનું અપમાન કરેલ છે. તેમજ ભારતીય બંધારણની માન મર્યાદા જાળવવાનું મોરબી વહીવટી તંત્ર ચુકી ગયેલ છે. વધુમાં આવો કાર્યક્રમ કરવા માટે સરકાર દ્વારા સુચના કે પરિપત્રની જાણ કરેલ હોય તો તેની માહિતી અમોને લેખીતમાં આપવા જણાવ્યું છે

Back to top button
error: Content is protected !!