GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીમા”ધર્મ જોઇને ખરીદી કરો” કાશ્મીર હુમલાનો વિરોધમાં પોસ્ટર લાગ્યા
MORBI:મોરબીમા”ધર્મ જોઇને ખરીદી કરો” કાશ્મીર હુમલાનો વિરોધમાં પોસ્ટર લાગ્યા
કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં દેશના નિર્દોષ નાગરિકોના જીવ ગયા છે જેથી સમગ્ર દેશમાં ગુસ્સાનો માહોલ છે અને સમગ્ર દેશ એકસુરે આતંકીઓને તેની જ ભાષામાં જવાબ આપી કાર્યવાહીની માંગ કરી રહ્યો છે તો હિંદુ સંગઠનોએ તેમને ધર્મ પૂછી ગોળી ચલાવી છે ત્યારે તમે પણ ધર્મ પૂછી ખરીદી કરો તેવા સ્ટીકર દુકાનોમાં લગાવવાનું શરુ કર્યું છે
મોરબીમાં વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દલ સહિતના હિંદુ સંગઠનોએ કાશ્મીર હુમલાનો વિરોધ કર્યો હતો આતંકવાદી હુમલાના વિરોધમાં દુકાનોમાં ધર્મ જોઇને ખરીદી કરવા માટેના સ્ટીકર લગાવામાં આવી રહ્યા છે શહેરના દરબારગઢ, નહેરુ ગેઇટ ચોક, રવાપર રોડ સહિતના વિસ્તારમાં દુકાનો પર સ્ટીકર લગાવ્યા છે જેમાં ધર્મ જોઇને ખરીદી કરો આ દુકાન હિંદુની છે તેવા સ્ટીકર લગાવ્યા છે