MORBI:મોરબી:નવલખી ઓવરબ્રિજ નીચેથી બાઈકની ચોરી
MORBI:મોરબી:નવલખી ઓવરબ્રિજ નીચેથી બાઈકની ચોરી
મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર શક્તિ ટાઉનશીપ-૨ માં તુલસી એપાર્ટમેન્ટના બ્લોક નં.૮૦૨ માં રહેતા સુરેશભાઈ રામજીભાઈ જાવીયા ઉવ.૫૩ ગઈ તા.૨૨/૦૨ના રોજ પોતાના નિત્યક્રમાનુસાર સવારના પિતાના ઘરેથી પોતાનું હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ રજી.નં. જીજે-૦૩-ડીએચ-૬૧૦૦ લઈને હાઈસ્કૂલમાં ગૃહપતિની ફરજ પરની નોકરીએ જવા નીકળ્યા હતા, ત્યારે દરરોજની જેમ તેમને પોતાનું બાઇક નવલખી ઓવરબ્રિઝ નીચે પાર્ક કરી આડા વાહનમાં પીપળીયા ચાર રસ્તા નજીક આવેલ વિનય હાઈસ્કૂલ ગયા હતા, ત્યારે સાંજે પોતાની નોકરી પૂર્ણ કરી પરત આવ્યે જોતા પોતાનું હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ બાઇકની કોઈ ચોરી કરી લઈ ગયા હોવાનું સામે આવ્યું હતું, જેથી સુરેશભાઈએ પ્રથમ ઇ-એફઆઈઆર બાદમાં રૂબરૂ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા વાહન ચોર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.