MORBI:મોરબીના મચ્છુ ત્રણ ડેમમાં માતા પુત્રી એ ઝંપલાવ્યું, પુત્રીનું મોત માતા સારવારમાં
MORBI:મોરબીના મચ્છુ ત્રણ ડેમમાં માતા પુત્રી એ ઝંપલાવ્યું, પુત્રીનું મોત: માતા સારવારમાં
મોરબીના મચ્છુ ૩ ડેમમાં બપોરના સુમારે માતા અને પુત્રીએ એક સાથે ઝંપલાવી દીધું હતું ડેમના પાણીમાં ડૂબી જતા દીકરીનું મોત થયું હતું જયારે માતાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મચ્છુ ૩ ડેમમાં માતા અને પુત્રી એકસાથે કુદી ગયાની માહિતી મળતા પોલીસની ટીમ દોડી ગઈ હતી મોરબી તાલુકા પોલીસ મથકના ફિરોઝભાઈ સુમરા સહિતની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તપાસ ચલાવી હતી પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ કન્યા છાત્રાલય રોડ પર અવધ સોસાયટીમાં રહેતા કુંજનબેન વિનોદભાઈ બોપલીયા (ઉ.વ.૧૯) અને માટે કંચનબેન બોપલીયાએ મચ્છુ ૩ ડેમના પાણીમાં આપઘાતના ઈરાદે કુદકો લગાવ્યો હતો પાણીમાં ડૂબી જતા કુંજનબેનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યાર માતા કંચનબેનને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે માતા અને પુત્રીએ ક્યાં કારણોસર ડેમમાં ઝંપલાવ્યું તે કારણ હાલ સ્પષ્ટ થયું નથી તાલુકા પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે