GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના જુના સાદુળકા ગામ નજીકથી દેશી દારૂ ભરેલી ઇકો કાર સાથે બે ઝડપાયા 

 

MORBI:મોરબીના જુના સાદુળકા ગામ નજીકથી દેશી દારૂ ભરેલી ઇકો કાર સાથે બે ઝડપાયા

 

મોરબી તાલુકાના જુના સાદુળકા ગામની સીમમાં પાવડીયારી કેનાલ રોડ ઉપરથી ઇકો કારમાં દેશી દારૂની હેરાફેરી કરતા બે આરોપીઓને મોરબી તાલુકા પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે. જ્યારે પકડાયેલ આરોપીઓ દ્વારા સમગ્ર ગોરખધંધામાં સંડોવાયેલ અન્ય બે ઇસમોના નામની કબુલાત આપતા તાલુકા પોલીસે કુલ ચાર આરોપીઓ સામે ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે, એક સફેદ કલરની મારૂતી સુઝીકીની ઇકો ગાડી નંબર જીજે-૩૬-એજે-૪૬૩૧ વાળી ગાડીમાં માળીયા(મી)-મોરબી નેશનલ હાઇવે તરફથી ભરતનગર થઇ પાવડીયારી કેનાલ તરફ આવે છે, જે મળેલ હકીકતને આધારે, પોલીસ ટીમ વોચમાં હોય તે દરમિયાન ઉપરોક્ત રજી.નામરની ઇકો કાર ત્યાંથી પસાર થતા તેને રોકી તેની તલાસી લેતા તેમાંથી ૨૦૦ લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, આ સાથે આરોપી ઈમરાનભાઈ જાનમામદ ઉવ.૨૧ રહે-વાળા વિસ્તાર માળીયા(મી) તથા સિંકદર મુસ્તાકભાઈ કાજેડિયા ઉવ.૨૦ રહે-સરકારી હોસ્પીટલની બાજુમાં માળીયા(મી)ની સ્થળ ઉપરથી અટક કરવામાં આવી હતી. ત્યારે પકડાયેલ આરોપીઓની પ્રાથમિક પૂછતાછમાં અન્ય બે આરોપીઓના નામ ખુલવા પામ્યા હતા, જેમા આરોપી ઇસ્મતઅલી અબ્બાસભાઇ મોવર રહે.માળીયા(મી) હરીપર ગામની ગોળાઈ પાસે તથા ભરતભાઇ વલ્લભાઈ ઉઘરેજીયા રહે-બેલા ગામની સીમમાં ઝુપડામાં તા.જી.મોરબી. હાલ તાલુકા પોલીસે દેશી દારૂનો જથ્થો તથા ઇકો કાર સહિત ૧.૯૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ચાર આરોપીઓ વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી દરોડા દરમિયાન હજાર નહીં મળી આવેલ બન્ને આરોપીઓને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યો છે

Back to top button
error: Content is protected !!