GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

વેજલપુર નો કુખ્યાત બુટલેગર ના દારૂના અડ્ડા ઉપર SMC ની રેડ દારૂ પીતા અને દારૂ લેવા આવનાર 10 ગ્રાહકો સહિત 12 ઝડપાયા.

 

તારીખ ૧૯/૦૯/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

સ્ટેટ મોનિટરિંગ સેલ ના પી.આઈ બી એચ રાઠોડને તેઓના ખાનગી બાતમીદાર દ્વારા બાતમી મળેલ કે વેજલપુરના કુખ્યાત બુટલેગર પ્રકાશ ઉર્ફે ભયલું ગણપતભાઈ રાઠોડ કે જેના ઉપર પ્રોહિબિશન એક્ટ મુજબ ઘણા ગુના નોંધાયેલા છે તેવો લીસ્ટેડ બુટલેગર વેજલપુરના નાયક ફળિયામાં સરકારી સ્કૂલ પાછળ ખુલ્લા મેદાનમાં પોતાના માણસો મારફતે દારૂનું વેચાણ કરે/કરાવે છે. જે બાતમી આધારે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પોતાની ટીમ સાથે રેડ કરતા કેટલાક એકમો ટોળું વાળીને ઊભેલા હતા. બે સમૂહ ટોળા વચ્ચે બેસીને પ્લાસ્ટિકની થેલીઓ તેમજ વિમલના કાપડના થેલામાંથી દારૂની બોટલો આપતા હતા અને નજીકમાં દારૂનો જથ્થો પણ પડેલો જણાયેલો પોલીસે દારૂનું વેચાણ કરતા બેય સમોને પૂછપરછ કરતા તેઓએ પોતાનું નામ પ્રકાશ ઉર્ફે ભયલું ગણપતભાઈ પટેલ રહેવાસી વેજલપુર તેમજ બીજા ઇસમેં પોતાનું નામ સચિન સનાભાઇ પટેલ રે વેજલપુર હોવાનું જણાવેલ. પોલીસની પૂછપરછમાં પ્રકાશ ઉર્ફે ભયલું એ જણાવેલ કે છેલ્લા એકાદ માસથી તેના પાડોશી સચિન સાથે આ જગ્યા ઉપર દારૂનો ધંધો કરે છે અને દારૂનો જથ્થો રોહિત વિનોદભાઈ આપી જાય છે.પોલીસે સ્થળ ઉપરથી દારૂ પીતા તેમજ દારૂ લેવા આવનાર 10 જેટલા ગ્રાહકોને ઝડપી પાડ્યા હતા તેમ જ પકડાયેલા કુલ 12 ઈસમોની અંગ જડતી માંથી 10 મોબાઇલ રૂ 50,000/તેમજ પાંચ ટુ વ્હીલર,તથા દારૂ આપી જનાર રોહિત વિનોદભાઈ બારીયા રહેવાસી વણાંકકપુર ની મહેન્દ્રા ફોરવીલ કાર કુલ રૂ 9,15,000/તથા સ્થળ ઉપરથી દારૂના ક્વાર્ટર નંગ 379 બિયરના ટીન 81 કુલ મળી રૂ 1,03,300/ નો દારૂ તેમજ અંગ જડતીમાંથી માંથી રોકડ રકમ 2630/ સ્થળ ઉપરથી નમકીન ના ખાલી પડીકા પ્લાસ્ટિકની પાણીની બોટલ નંગ ચાર પાણી ભરેલા જગ તથા પ્લાસ્ટિકના ખાલી ગ્લાસ પણ પોલીસને મળી આવ્યા હતા કુલ રૂ 10,70,930/ નો મુદ્દામાલ કબજે કરી પકડાયેલા ઈસમો તેમજ હાજર નહીં મળી આવેલ રોહિત વિનોદભાઈ એમ કુલ 13 સામે વેજલપુર પોલીસ મથકે ગુનો દાખલ કરાવી એસ.એમ.સી પોલીસ દ્વારા કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે વેજલપુર પોલીસ સ્ટેશનથી થોડાક અંતરે આટલો મોટો દારૂનો ધંધો ચાલતો હોવા છતાં પણ સ્થાનિક પોલીસને આ બાબતની ગંધ સુધ્ધાં આવી નહીં તે અંગે પણ અનેક પ્રશ્નો ઊભા થયા છે.દારૂ પીતા અને દારૂ લેવા આવનાર જયેશકુમાર અર્જુનસિંહ સોલંકી,જયદીપકુમાર અરવિંદસિંહ સોલંકી,અલ્પેશકુમાર રાજેન્દ્રભાઈ સોલંકી,હિતેનકુમાર શંકરસિંહ ઠાકોર,મેહુલભાઈ સુખાભાઈ સોલંકી,તુષાર કુમાર રણજીતસિંહ રાઠોડ,રમણભાઈ પ્રતાપભાઈ સોલંકી, કૌશિકકુમાર જશવંતભાઈ પરમાર,રાજુભાઈ ભીમાભાઇ મેઘવાળ અને વિશ્વજીત દોલતસિંહ ચૌહાણ એમ કુલ દસ ગ્રાહકો અને વેચાણ કરતા ૨ ઈસમો સહિત કુલ 12 ઈસમો ઝડપાઈ ગયા છે.

Back to top button
error: Content is protected !!