GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જિલ્લાના ગામડાઓમાં સ્વચ્છતા પ્રણાલીને પ્રોત્સાહિત કરવા મોરબી તાલુકાના સરપંચ અને તલાટી મંત્રીઓને તાલીમ અપાઈ

MORBI:મોરબી જિલ્લાના ગામડાઓમાં સ્વચ્છતા પ્રણાલીને પ્રોત્સાહિત કરવા મોરબી તાલુકાના સરપંચ અને તલાટી મંત્રીઓને તાલીમ અપાઈ

 

 

મોરબીમાં તાલુકાના વિવિધ ગામડાના સરપંચ અને તલાટી મંત્રીઓ માટે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગત ૧૪ અને ૧૫ ઓક્ટોબર દરમિયાન તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.


મોરબીમાં SIRD – અમદાવાદ અને મોરબી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારના સરપંચ અને તલાટી મંત્રીઓને સ્વચ્છ ભારત મિશન ના વિવિધ ઘટકો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.તાલીમમાં SIRDના નિષ્ણાંતશ્રી ખેંગારભાઈ વોરા અને જીજ્ઞાબેન ડાભી દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં જીવન ગુણવત્તા સુધારવી, ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છતાંના વ્યાપની ગતિમાં વધારો કરી નિર્મળ ભારત અભિયાનનો ઉદેશ્ય પૂર્ણ કરવો, લોકોને જાગૃતિ અભિયાન અને સ્વાસ્થય શિક્ષણ દ્વારા ટકાઉ સ્વચ્છતાં પ્રણાલી માટે પ્રોત્સાહિત કરવા, ગ્રામીણ વિસ્તારમાં આંગણવાડી અને શાળાઓમાં યોગ્ય સ્વચ્છતાં પ્રણાલી પૂરી પાડવી, સલામત અને ટકાઉ સ્વચ્છતાં માટે ઓછી ખર્ચાળ અને યોગ્ય ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવું, ઘન અને પ્રવાહી કચરાના નિકાલ પર આધારિત વ્યવસ્થા ઊભી કરી ગ્રામીણ વિસ્તારમાં સ્વચ્છતાં જાળવવી સહિતના મુદ્દાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!