MORBI:”તેરા તુઝકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત મોરબી પોલીસે અરજદારોના ખોવાયેલા ૪૧ મોબાઇલ પરત આપ્યા
MORBI:”તેરા તુઝકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત મોરબી પોલીસે અરજદારોના ખોવાયેલા ૪૧ મોબાઇલ પરત આપ્યા
મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમે CEIR પોર્ટલનો ઉપયોગ કરી રૂ.૮,૩૭,૦૪૭/- ના કુલ ૪૧ ખોવાયેલા મોબાઈલ શોધી ‘તેરા તુઝકો અર્પણ’ કાર્યક્રમ હેઠળ તમામ અરજદારોને પોલીસ મથકે બોલાવી સુપ્રત કરવામાં આવ્યા હતા.
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ પ્રજા માટે કલ્યાણકારી કામગીરી કરવા સૂચના આપી હતી. જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક પી.એ. ઝાલાના માર્ગદર્શન હેઠળ, મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ. પટેલની સુપરવિઝન હેઠળ, ખોવાયેલા અથવા ચોરાયેલા મોબાઇલ શોધવા માટે ટીમે ગતિવિધિઓ તેજ કરી હતી. ત્યારે એ ડિવિઝન પોલીસ મથકના સર્વેલન્સ ટીમના એ.એસ.આઈ રાજદીપસિંહ રાણાએ CEIR પોર્ટલમાં એન્ટ્રી કરી સતત મોનિટરિંગ કર્યું હતું. ત્યારે ટેકનિકલ વિશ્લેષણ અને સઘન શોધ કાર્ય દ્વારા કુલ ૪૧ મોબાઇલ ફોન જેની કુલ કિંમત ૮,૩૭,૦૪૭/-રૂપિયા હતી, તેને શોધી કાઢવામાં સફળતા મળી હતી. ત્યારે આ મોબાઈલ ફોન મૂળ-માલિકોને પરત આપી, મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમે “પોલીસ પ્રજાની મિત્ર છે” તે સુત્રને સાકાર કર્યું હતું.