
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી: નામદાર સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીને નિર્દોષ જાહેર કર્યો

અરવલ્લી જિલ્લાના ભિલોડા પોલીસ સ્ટેશન ખાતે વર્ષ 2024 દરમ્યાન એક સગીરા પર દુષ્કર્મ આચરવાના આરોપસર એક શખ્સ સામે ફરિયાદ નોંધાઈ હતી. આ ગંભીર કેસ અંતર્ગત આરોપી વિરુદ્ધ પોકસો અધિનિયમ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
કેસ અર્થે ચાલેલી કાનૂની કાર્યવાહી દરમિયાન, આરોપીની તરફે અરવલ્લી જિલ્લા કાનૂની સત્તા મંડળ (DLSA)ના માર્ગદર્શન હેઠળ મજબૂત દલીલો રજૂ કરવામાં આવી. તમામ પુરાવાઓ અને દલિલોના પારખા બાદ, અરવલ્લી જિલ્લા સ્પેશિયલ પોકસો કોર્ટે આરોપી સામે પૂરતા પુરાવા ન હોવાને આધારે તેને નિર્દોષ જાહેર કર્યો.આ ચુકાદો પોકસો જેવા ગંભીર ગુનામાં આરોપિત વ્યક્તિને યોગ્ય ન્યાય મળ્યો હોવાનો સંકેત આપે છે અને કાનૂની સિદ્ધાંતોના પાલનને દર્શાવે છે.





