MORBI:મોરબી: 57.43 લાખના વિદેશી દારૂના ગુનામાં સંકળાયેલા બાળ કિશોરના સેશન કોર્ટે જામીન મંજૂર કર્યા







MORBI:મોરબી: 57.43 લાખના વિદેશી દારૂના ગુનામાં સંકળાયેલા બાળ કિશોરના સેશન કોર્ટે જામીન મંજૂર કર્યા


મોરબી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા રૂ. 57,43,800ની કિંમતના વિદેશી દારૂના મોટા જથ્થા સાથે સંકળાયેલા એક બાળ કિશોરને નામદાર મોરબી સેશન કોર્ટ દ્વારા નિયમિત જામીન પર મુક્ત કરવાનો મહત્વનો હુકમ કરવામાં આવ્યો છે.Juvenile Justice Board એ જામીન નહોતા આપ્યા

મળતી માહિતી મુજબ, આ કેસમાં પકડાયેલા બાળ કિશોર વિરુદ્ધ ગુજરાત પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો જેમ કે 65(એ), 65(ઇ), 116(બી), 81 તથા 83 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
શરૂઆતમાં બાળ કિશોર વતી જ્યુવેનાઇલ જસ્ટિસ બોર્ડ (Juvenile Justice Board) સમક્ષ જામીન મેળવવા અરજી કરવામાં આવી હતી. પરંતુ, ગુનામાં દારૂ અને મુદ્દામાલનો જથ્થો ખૂબ જ મોટી માત્રામાં હોવાના કારણે બોર્ડ દ્વારા આ જામીન અરજી નામંજૂર કરવામાં આવી હતી.

જ્યુવેનાઇલ બોર્ડમાંથી જામીન ના મળતા, બાળ કિશોરના બચાવ પક્ષ દ્વારા નામદાર સેશન કોર્ટ સમક્ષ અપીલ દાખલ કરવામાં આવી હતી. અપીલની સુનાવણી દરમિયાન બચાવ પક્ષના વકીલોએ કોર્ટ સમક્ષ કાયદાકીય જોગવાઈઓ રજૂ કરી હતી. તેમણે ખાસ કરીને Juvenile Justice Act ના મૂળ હેતુઓ અને બાળ કિશોરના ભવિષ્ય તેમજ તેના હિતને ધ્યાનમાં રાખીને કોર્ટ સમક્ષ ધારદાર અને સશક્ત દલીલો કરી હતી.
કોર્ટે બંને પક્ષોની દલીલો, કાયદાની જોગવાઈઓ અને કેસની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને બાળ કિશોરને નિયમિત જામીન (Regular Bail) પર મુક્ત કરવાનો આદેશ કર્યો હતો.
આ હાઈપ્રોફાઈલ કેસમાં બાળ કિશોર તરફથી બચાવ પક્ષે નામાંકિત ધારાશાસ્ત્રીઓ રોકાયા હતા, જેમાં:એડવોકેટ કિશન જી. ભીમાણી ,એડવોકેટ કિરીટ વી. ગોહિલ ,એડવોકેટ ગૌતમ એમ. વોરા ,મદદનીશ તરીકે: ભાવેશ વોરા બચાવ પક્ષની આ ટીમની કાનૂની કુશળતાના કારણે જંગી મુદ્દામાલ ધરાવતા આ પ્રોહિબિશનના કેસમાં બાળ કિશોરને કોર્ટમાંથી જામીન મેળવવામાં સફળતા મળી છે.




