MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી અમરનાથ મહાદેવ મંદિરે દર્શન કરવા ગયેલા પ્રૌઢનું બાઈક ચોરાયું, પોલીસ ફરિયાદ નોંધાઈ

MORBI:મોરબી અમરનાથ મહાદેવ મંદિરે દર્શન કરવા ગયેલા પ્રૌઢનું બાઈક ચોરાયું, પોલીસ ફરિયાદ નોંધાઈ

મોરબી: યાત્રાધામો અને મંદિરોના પાર્કિંગમાં તસ્કરોનો આતંક વધી રહ્યો હોય તેમ વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મોરબીના જેતપર રોડ પર આવેલા સુપ્રસિદ્ધ અમરનાથ મહાદેવ મંદિરે દર્શન કરવા ગયેલા એક પ્રૌઢનું બાઈક અજાણ્યો તસ્કર હંકારી જતાં ચકચાર મચી છે.

મળતી માહિતી મુજબ, મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં આવેલી હરીગુણ સોસાયટીમાં રહેતા 61 વર્ષીય મહાદેવભાઈ રેવાભાઈ રંગપરીયા સાંજના સમયે પીપળી ગામ નજીક આવેલા અમરનાથ મહાદેવ મંદિરે દર્શન કરવા ગયા હતા. તેમણે પોતાનું હીરો સ્પલેન્ડર પ્લસ મોટરસાયકલ (રજીસ્ટર નંબર: GJ-03-HN-3537) મંદિરના પાર્કિંગમાં હેન્ડલ લોક મારીને સુરક્ષિત રીતે પાર્ક કર્યું હતું.

મહાદેવભાઈ જ્યારે દર્શન કરીને પરત ફર્યા ત્યારે પાર્કિંગમાં રાખેલું તેમનું બાઈક ગાયબ જણાતા તેઓ ચોંકી ઉઠ્યા હતા. આસપાસ તપાસ કરવા છતાં બાઈક મળી ન આવતા આખરે અજાણ્યા ચોર ઈસમ સામે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ચોરી થયેલા બાઈકની કિંમત અંદાજે રૂપિયા 25,000 ગણાવવામાં આવી છે.

મોરબી તાલુકા પોલીસે મહાદેવભાઈની ફરિયાદના આધારે ગુનો નોંધી, મંદિરના સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓને આધારે તસ્કરને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

Back to top button
error: Content is protected !!