MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી અનિવાર્ય કારણોસર બેઠકની તારીખમાં ફેરફાર; મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક હવે 16 મે ના રોજ યોજાશે

 

MORBI:મોરબી અનિવાર્ય કારણોસર બેઠકની તારીખમાં ફેરફાર; મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક હવે 16 મે ના રોજ યોજાશે

મોરબી જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીની કચેરી દ્વારા જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠકની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે મુજબ, આગામી તારીખ 15/05/2026 ના રોજ યોજાનારી બેઠક હવે અનિવાર્ય કારણોસર તારીખ 16/05/2026 ના રોજ સવારે 11:00 કલાકે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાશે. આ બેઠકમાં જિલ્લા કક્ષાના તમામ પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં નિર્ધારિત એજન્ડા તેમજ રજૂ થયેલા ફરિયાદના પ્રશ્નોની સમીક્ષા કરવામાં આવશે તેમજ આ પ્રશ્નોની સુનાવણી અને સંકલન સમિતિના પડતર પ્રશ્નોના નિરાકરણ અંગે વિશેષ ચર્ચા કરવામાં આવશે તેમ મોરબી નિવાસી અધિક કલેક્ટરશ્રીની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!