GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી કલેક્ટરનું સરપ્રાઈઝ ચેકિંગ:જિલ્લા સેવા સદનમાં વિવિધ વિભાગોની કામગીરી અને હાજરી પત્રકો ચકાસ્યા

MORBI:મોરબી કલેક્ટરનું સરપ્રાઈઝ ચેકિંગ:જિલ્લા સેવા સદનમાં વિવિધ વિભાગોની કામગીરી અને હાજરી પત્રકો ચકાસ્યા

મોરબી:જીલ્લા સેવા સદન ખાતે આવેલ વિવિધ સરકારી વિભાગોમાં કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા ઓચિંતું સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ વિઝિટ દરમિયાન તેમણે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, રોજગાર કચેરી, તાલીમ કચેરી અને માહિતી વિભાગ સહિતની વિવિધ સરકારી શાખાઓની સ્થળ પર જઈને સમીક્ષા કરી હતી.

ચેકિંગ દરમિયાન કલેક્ટર દ્વારા કચેરીઓમાં ચાલતી દૈનિક કામગીરી, વિવિધ રેકોર્ડ્સ તેમજ ફાઈલોની બારીક ચકાસણી કરવામાં આવી હતી. આ ઉપરાંત તમામ વિભાગોના હાજરી પત્રકો પણ ચકાસવામાં આવ્યા હતા, જેમાં અધિકારીઓ અને કર્મચારીઓની હાજરી યોગ્ય મળી આવી હતી.

અચાનક લેવાયેલી આ મુલાકાત અંગે કલેક્ટર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું કે, સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન કોઈ મોટી ખામી કે ક્ષતિ સામે આવી નથી. જે સામાન્ય બાબતો ધ્યાને આવી છે તે અંગે સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, જિલ્લાના સર્વાંગી વિકાસ તેમજ કચેરીએ આવતા અરજદારોના કામો ઝડપથી અને પારદર્શક રીતે થાય તે માટે તમામ શાખાઓ વચ્ચે યોગ્ય સંકલન જળવાઈ રહે તે મુખ્ય હેતુથી આ કામગીરી કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!