MORBI:મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા વાંકાનેર તાલુકાના હોદ્દેદારો નું સ્નેહ મિલન સમારોહ યોજાયો
MORBI:મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા વાંકાનેર તાલુકાના હોદ્દેદારો નું સ્નેહ મિલન સમારોહ યોજયો
મોરબી જિલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરીયા ના માર્ગદર્શન હેઠળ અને મોરબી જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ, મોરબી જિલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજા ની અધ્યક્ષતા માં મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા વાંકાનેર તાલુકાને મજબુત કરવા માટે કાર્યકરો તથા હોદ્દેદારો સાથે ખાટલા બેઠક કરી હતી.જેમાં મોરબી જીલ્લા ટીમમાં જિલ્લા ઉપપ્રમુખ અર્જુનસિંહ વાળા, યુવા પ્રમુખ દિવ્યેશ મગુનીયા, રમેશ સદાતીયા તથા જેનીથ ચડાસણીયા તથા વાંકાનેર ટીમ માંથી વાંકાનેર તાલુકા પ્રમુખ અહમદભાઈ હસનભાઈ હાજી સાહેબ, વાંકાનેર શહેર પ્રમુખ તોફીકભાઈ અમરેલીયા , તાલુકા મહામંત્રી ઉસ્માન ગનીભાઈ તથા વાંકાનેર તાલુકા ના મોટીસંખ્યામાં કાર્યકરો અને હોદ્દેદારો જોડાયા હતા. આ સંમેલનમાં વાંકાનેર તાલુકા અને શહેરની ટીમ મજબુત બનાવવી અને આવનારી નગરપાલિકાની ચૂંટણી માટે કાર્યકરો ને માર્ગદર્શન આપ્યું હતું અને નગરપાલિકા ચુંટણી જીતવા માટે મજબુત સંગઠન માળખું બનાવવા માહિતી આપી હતી. સંમેલન ના અંતે તમામ યોધ્ધાઓ દ્વારા વાંકાનેર તાલુકાને મજબુત કરવા માટે સંક્લ્પ કર્યો.