GUJARATIDARSABARKANTHA

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત ગ્રામીણ વિસ્તારોમાં ઈ.વી.એમ. (EVM) નિદર્શન દ્વારા મતદાતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત ગ્રામીણ વિસ્તારોમાં ઈ.વી.એમ. (EVM) નિદર્શન દ્વારા મતદાતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો
સાબરકાંઠા જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી- લોકશાહીના પર્વ નિમિત્તે વધુમાં વધુ મતદાન થાય અને લોકોમાં મતદાન પ્રક્રિયા પ્રત્યે જાગૃતિ આવે તે હેતુથી સાબરકાંઠા જિલ્લાના વિવિધ ગામોમાં મતદાતા જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખાસ કરીને ગ્રામીણ મતદારોને ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) દ્વારા મતદાન કેવી રીતે કરવું તેની પ્રાયોગિક સમજ આપવામાં આવી હતી. મતદાન એ આપણો પવિત્ર અધિકાર છે. કોઈ પણ મતદાર મતદાનથી વંચિત ન રહે અને પ્રક્રિયાની જાણકારીના અભાવે કોઈ ભૂલ ન થાય તે માટે આ નિદર્શન યોજવામાં આવ્યું હતું. સ્થાનિક ગ્રામજનોએ પણ આ પહેલને આવકારી હતી અને આગામી ચૂંટણીમાં ઉત્સાહપૂર્વક અને સો ટકા મતદાન કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

જયંતિ પરમાર સાબરકાંઠા

Check Also
Close
Back to top button
error: Content is protected !!