MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં ધી ગુજરાત ક્લીનીકલ એસ્ટાબ્લીશમેન્ટ રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન એક્ટ અન્વયે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે

 

MORBI:મોરબીમાં ધી ગુજરાત ક્લીનીકલ એસ્ટાબ્લીશમેન્ટ રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન એક્ટ અન્વયે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે

 

સમગ્ર રાજ્યમાં ધી ગુજરાત ક્લીનીકલ એસ્ટાબ્લીશમેન્ટ એક્ટ (રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન)- ૨૦૨૧, ધી ગુજરાત ક્લીનીકલ એસ્ટાબ્લીશમેન્ટ એક્ટ રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન નિયમો- ૨૦૨૨ અને સુધારા નિયમો- ૨૦૨૪ અન્વયે તબીબી સેવાઓના રજીસ્ટ્રેશન એક્ટના પ્રકરણ- ૨ ની કલમ- ૬ મુજબ ફરજિયાતપણે પૂર્ણ કરાવવાનું રહે છે.

રાજ્ય સરકારશ્રીના માર્ગદર્શન અનુસાર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવા માટે https://clinicalestablishment.gipl.in/ આ પોર્ટલ કાર્યાન્વિત કરવામાં આવ્યું છે. જે પોર્ટલ પરથી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકાય છે.

સમગ્ર મોરબી જિલ્લાના વિસ્તારને આ કાયદા હેઠળ આવરી લેવાયેલ હોવાથી જિલ્લાની તમામ ચિકિત્સા પદ્ધતિની વિવિધ સંસ્થાઓ જેમ કે એલોપથી, આયુર્વેદિક, યુનાની, નેચરોપથી, યોગા અને સિધ્ધા હેઠળના તમામ ક્લીનીક, હોસ્પિટલ, પ્રસુતિ ગૃહ, નર્સિંગ હોમ, ડીસ્પેન્સરી, લેબોરેટરી, એમેઝીંગ સેન્ટર, દવાખાના, સેનેટોરિયમ વગેરે કે જેઓ ક્લિનિકલ એસ્ટાબ્લીશમેન્ટની વ્યાખ્યામાં આવતા હોય, તો તેવા તમામ એકમોને પ્રોવિઝનલ રજીસ્ટ્રેશન પૂર્ણ કરાવવા અંગે જણાવવામાં આવે છે.

આ કાયદા અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવ્યા વિના આવું ક્લીનીકલ એસ્ટાબ્લીશમેન્ટ ચલાવવું કે તબીબી સારવાર કરવી તે આ કાયદા મુજબ ગુન્હો બને છે. આ રજીસ્ટ્રેશન મેળવવાના માટેના જરૂરી સાધનિક કાગળો અને લાગુ પડતી ફી ઓનલાઈન ભરવાની રહેશે. આ અંગે વિગતવાર માહિતી ઉપરોક્ત વેબપોર્ટલ પર ઉપલબ્ધ છે.

તેથી આગામી તારીખ ૩૧/૧૦/૨૦૨૪ સુધીમાં મોરબી જિલ્લાની તમામ ચિકિત્સા સંસ્થાઓએ રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે. તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી અને રજીસ્ટરીંગ ઓથોરીટી ક્લીનીકલ એસ્ટાબ્લીશમેન્ટ એક્ટ, આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Back to top button
error: Content is protected !!