MORBI:મોરબી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા વિરબાઈ માંની પૂણ્યતિથિ નિમિત્તે ઘુન -ભજન તથા મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો
MORBI:મોરબી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા વિરબાઈ માંની પૂણ્યતિથિ નિમિત્તે ઘુન -ભજન તથા મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો
સંત શિરોમણી શ્રી પૂ.જલારામ બાપા ના ધર્મપત્નિ માતુ શ્રી વીરબાઈ માઁ ની ૧૪૬મી પૂણ્યતિથી નિમિતે મોરબી શ્રી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા ધૂન-ભજન તથા મહાપ્રસાદ ના કાર્યક્રમ નું આયોજન કરવા માં આવ્યુ હતુ. જેમાં શ્રી જલારામ મંદિર મહિલા મંડળ-મોરબી ના બહેનો તથા વૈદેહી સત્સંગ સમિતીના બહેનો દ્વારા ધૂન-ભજન કરી પૂ.જલારામ બાપા તથા માતૃ શ્રી વીરબાઈ માઁ ની આરાધના કરવા માં આવી હતી તેમજ બહોળી સંખ્યામાં ભક્તજનોએ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.કાર્યક્રમ ને સફળ બનાવવા ભાવનાબેન સોમૈયા, ભારતીબેન ચતવાણી, ચંદ્રિકાબેન માનસેતા, રશ્મિબેન કોટક, રીનાબેન ચૌહાણ, મીનાબેન ચંડીભમર, નયનાબેન મીરાણી, ગાયત્રીબેન પંડિત, ભારતીબેન રામાવત સહીતના મહિલા અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી.