MORBIMORBI CITY / TALUKOWANKANER

MORBI:મોરબી એલ.સી.બી.નો સપાટો: ખંડણી અને છેતરપિંડીના ગુનામાં નાસતો-ફરતો આરોપી વાંકાનેરથી ઝડપાયો

 

MORBI:મોરબી એલ.સી.બી.નો સપાટો: ખંડણી અને છેતરપિંડીના ગુનામાં નાસતો-ફરતો આરોપી વાંકાનેરથી ઝડપાયો

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ખંડણી, છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગંભીર ગુનામાં લાંબા સમયથી પોલીસને થાપ આપી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં મોરબી એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમને મોટી સફળતા મળી છે. પોલીસે આરોપીને તેના રહેણાંક મકાનેથી દબોચી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, મોરબી એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમને સંયુક્ત રીતે એક ચોક્કસ ખાનગી રાહે બાતમી મળી હતી કે, મોરબી તાલુકા પોલીસ મથકના ગુનામાં સંડોવાયેલો અને નાસતો-ફરતો આરોપી પોતાના ઘરે હાજર છે. બાતમી મળતા જ પોલીસની ટીમે તુરંત એક્શનમાં આવી વાંકાનેર ખાતે દરોડો પાડ્યો હતો.

પોલીસે વાંકાનેરના ચંદ્રપુર વિસ્તારમાં ગેલેક્સી સ્કૂલ પાસે આવેલા ગેલેક્સી પાર્કમાં તપાસ હાથ ધરી હતી. જ્યાંથી આ ગુનાનો મુખ્ય આરોપી ઇરફાનભાઇ ઉર્ફે સબીર ઇસ્માઇલભાઇ સમા (ઉંમર વર્ષ ૩૪) મળી આવ્યો હતો. પોલીસે તેને સ્થળ પરથી જ દબોચી લઈ કાયદેસરની અટકાયત કરી હતી.

આગળની કાર્યવાહી: મોરબી એલ.સી.બી.ની ટીમે પકડાયેલા આરોપી ઇરફાન ઉર્ફે સબીરને હસ્તગત કરી, આગળની ઘટિત કાયદાકીય કાર્યવાહી અને તપાસ અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોંપી દીધો છે.

Back to top button
error: Content is protected !!