MORBI:મોરબી મહાનગરપાલિકા એક્શન મોડમાં: પ્લાસ્ટિક મુક્ત મોરબી અને પ્રી-મોન્સુન કામગીરી માટે પદાધિકારીઓ-અધિકારીઓ મેદાનમાં







MORBI:મોરબી મહાનગરપાલિકા એક્શન મોડમાં: પ્લાસ્ટિક મુક્ત મોરબી અને પ્રી-મોન્સુન કામગીરી માટે પદાધિકારીઓ-અધિકારીઓ મેદાનમાં


ચોમાસામાં નડતરરૂપ દબાણો દૂર કરવાની કડક કાર્યવાહી શરૂ યુવા મેયર શ્રી ઉત્તમભાઈ સુરાણી, ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ રાણપરા અને કમિશનર સહિતની ટીમ જમીની સ્તર પર કાર્યરત
મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના વિકાસ, સ્વચ્છતા અને આગામી ચોમાસાની પૂર્વતૈયારીઓને લઈને અભૂતપૂર્વ મિશન હાથ ધરવામાં આવ્યું છે. મોરબીને ‘પ્લાસ્ટિક મુક્ત’ બનાવવા અને ચોમાસા દરમિયાન નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓની ટીમ સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગઈ છે.

જમીની સ્તર પર વહીવટી તંત્રનું સુકાન:
મોરબીના લોકપ્રિય અને યુવા મેયર શ્રી ઉત્તમભાઈ સુરાણી, ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ રાણપરા તેમજ મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા તમામ વોર્ડના કોર્પોરેટરો અને ઉચ્ચ અધિકારીઓ સાથે મજબૂત સંકલન સાધીને રૂબરૂ સ્થળ મુલાકાત લેવામાં આવી રહી છે. એસી ચેમ્બરમાં બેસવાને બદલે સમગ્ર ટીમ જમીની સ્તર (ગ્રાઉન્ડ ઝીરો) પર ઉતરીને કામગીરીનું સતત નિરીક્ષણ અને માર્ગદર્શન કરી રહી છે.
ચોમાસાની ઋતુમાં શહેરમાં પાણી ભરાવવાની સમસ્યા ન સર્જાય અને પાણીનો નિકાલ સરળતાથી થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. કાંસ, નાળાઓ અને જાહેર રસ્તાઓ પર નડતરરૂપ એવા તમામ ગેરકાયદેસર દબાણોને દૂર કરવાની ઝુંબેશ યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે.
પ્રી-મોન્સુન કામગીરીની સાથે-સાથે પર્યાવરણની જાળવણી અને ડ્રેનેજ લાઈનો ચોકઅપ થતી અટકાવવા માટે સમગ્ર શહેરમાં સિંગલ-યુઝ પ્લાસ્ટિક વિરોધી કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. વેપારીઓ અને નાગરિકોને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અપીલ સાથે વહીવટી તંત્ર દ્વારા કડક ચેકિંગ પણ હાથ ધરાયું છે.
“*મોરબી આપણું ઘર છે. ચોમાસામાં નાગરિકોને જળબંબાકાર કે ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ મળે અને શહેર સ્વચ્છ રહે તે અમારી પ્રાથમિકતા છે. દબાણ હટાવવાની કામગીરીમાં કોઈ પણ પ્રકારની શિથિલતા ચલાવી લેવામાં આવશે નહીં. અમે મોરબીને પ્લાસ્ટિક મુક્ત અને સુવિધાજનક શહેર બનાવવા કટિબદ્ધ છીએ, જેમાં જનતાનો સહકાર પણ એટલો જ જરૂરી છે.*



