MORBI:મોરબી પેરોલફર્લો સ્ક્વોડ ટીમે પ્રોહીબીશનના ગુનામાં સાતેક માસથી નાસતા ફરતા બે આરોપીઓને ઝડપી લીઘા
MORBI:મોરબી પેરોલફર્લો સ્ક્વોડ ટીમે પ્રોહીબીશનના ગુનામાં સાતેક માસથી નાસતા ફરતા બે આરોપીઓને ઝડપી લીઘા
મોરબી જીલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠીએ જીલ્લામાં નાસતા ફરતા, પેરોલ જંપ, જેલ ફરારી આરોપીઓને પકડી પાડવા કડક સૂચના કરી હોય જે અનુસંધાને મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્ક્વોડ ટીમ કાર્યરત હોય તે દરમિયાન પેરોલ ફર્લો સ્ક્વોડ ટીમના એએસઆઈ વિક્રમસિંહ બોરાણા તથા હેડ કોન્સ. ઇશ્ર્વરભાઇ કલોતરાને ખાનગીરાહે હકિકત મળેલ કે, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનાના કામે નાસતા-ફરતા આરોપીઓ હેમંતભાઇ ગુલાબદાસભાઇ મૈસુર્યા, વિનિતભાઇ ભરતભાઇ મૈસુર્યા બંને હાલ મોરબી જીલ્લાના વાંકાનેર બાઉન્ડ્રી પાસે આવેલ હોવાની ચોકકસ હકિકત મળતા જે હકિકત આધારે તપાસ કરતા ઉપરોકત છેલ્લા સાત માસથી નાસતા-ફરતા બન્ને આરોપીઓ હેમંતભાઇ ગુલાબદાસભાઇ મૈસુર્યા ઉવ.૪૪ તથા વિનિતભાઇ ભરતભાઇ મૈસુર્યા ઉવ.૨૨ બંને રહે.કંસારવાડ નાની દમણ હાઉસ નં.૧/૯૫ વોર્ડ નં-૧ મળી આવતા બન્ને આરોપીઓની અટક કરી આગળની કાર્યવાહી હાથ ઘરેલ છે.