MORBI:મોરબી-રાજકોટ સ્ટેટ હાઇવેની બદતર હાલત – ખાડાના કારણે મૃત્યુ થશે તો તંત્ર અને સરકાર સામે માનવ વધનો ગુન્હો દાખલ કરીશું:મહેશ રાજકોટીયા

MORBI:મોરબી-રાજકોટ સ્ટેટ હાઇવેની બદતર હાલત – ખાડાના કારણે મૃત્યુ થશે તો તંત્ર અને સરકાર સામે માનવ વધનો ગુન્હો દાખલ કરીશું:મહેશ રાજકોટીયા
“ખાડાના કારણે મોત થશે તો તંત્ર સામે માનવ વધનો કેસ કરીશું – મહેશ રાજકોટિયા”
મોરબી અને રાજકોટને જોડતો સ્ટેટ હાઇવે આજે સંપૂર્ણપણે તૂટી ગયો છે. *આખો રસ્તો ખાડે ગયો છે.* ક્યાંય 50 મીટર પણ સારો ડામર જોવા મળતો નથી.
ખાસ કરીને લજાઈ થી વીરપર વચ્ચેનો 3 કિમીનો પટ્ટો મોતનો ખાડો બની ગયો છે. રોજ અહીં બાઈક સ્લીપ થાય છે, ગાડીઓના ટાયર ફૂટે છે અને નાના-મોટા અકસ્માતો થાય છે.
એક તરફ સરકાર “વિકાસની ગાથા” ના દાવા કરે છે, બીજી તરફ બે મોટા ઔદ્યોગિક શહેરોને જોડતો મુખ્ય રસ્તો ખાડામાં ધકેલાઈ ગયો છે.
રોજ હજારો વિદ્યાર્થીઓ, દર્દીઓ, વેપારીઓ અને ખેડૂતો જીવ જોખમમાં મૂકીને મુસાફરી કરવા મજબૂર છે.મહેશ રાજકોટિયાનો ગંભીર આક્રોશ અને કાયદાકીય ચેતવણી:”શરમ આવે છે આવી સરકાર અને તંત્રની બેદરકારી પર! લોકોના જીવ સાથે ખેલ થઈ રહ્યો છે!”
“આખા મોરબી-રાજકોટ હાઇવે પર ખાડા જ ખાડા… આ ખાડા રસ્તાના નથી, આ સરકારની ૩૦ વર્ષની નિષ્ફળતાના ખાડા છે.”
“અમે સરકાર અને તંત્રને છેલ્લી વાર ચેતવણી આપીએ છીએ. આ વખતે જો આ ખાડાના કારણે કોઈપણ વ્યક્તિનું અકસ્માતમાં મૃત્યુ થશે, તો અમે તંત્રના જવાબદાર અધિકારીઓ અને સરકાર સામે IPC કલમ 304 હેઠળ માનવ વધ/Culpable Homicide નો ગુન્હો દાખલ કરાવીશું. યાદ રાખજો.”
“જનતાના ટેક્સના પૈસાથી રસ્તા ન બને અને લોકો મરે… તો પછી જવાબદાર કોણ? જવાબ આપો.”
_- મહેશ રાજકોટિયા અમારી તાત્કાલિક માંગ:
1. આખા મોરબી-રાજકોટ હાઇવેનું 7 દિવસની અંદર રી-સર્ફેસિંગ શરૂ કરવામાં આવે.*
2. લજાઈ-વીરપર સહિત જોખમી જગ્યાએ તાત્કાલિક પેચવર્ક કરી સલામતી સુનિશ્ચિત કરવામાં આવે.*
3. આ બેદરકારી માટે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે તાત્કાલિક સસ્પેન્શન અને કાર્યવાહી કરવામાં આવે.જનતાના જીવ સસ્તા નથી. હવે બેદરકારી સહન નહીં થાય.









