MORBI:મોરબી ગોર ખીજડીયા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા ૯ ઈસમો ઝડપાયા

MORBI:મોરબી ગોર ખીજડીયા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા ૯ ઈસમો ઝડપાયા
સરહદી રેન્જ ભુજ પોલીસ મહાનિરીક્ષક, મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક તથા નાયબ પોલીસ અધિક્ષક દ્વારા જિલ્લામાંથી દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે નાબૂદ કરવા આપેલી કડક સૂચનાના પગલે મોરબી તાલુકા પોલીસે સફળ કામગીરી કરી છે.
મોરબી તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર એન. એસ. ઘેટીયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસો પ્રોહિબિશન અને જુગાર અંગે પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામની સીમમાં આવેલ ખાખરાવાળી મેલડી માતાજીના મંદીરે જવાના કાચા રસ્તે જાહેર રોડ પર સ્ટ્રીટ લાઈટના અજવાળે રેડ પાડી હતી. પોલીસે ગંજીપત્તાના પાના વડે જુગાર રમતા ૯ ઈસમોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.
ઝડપાયેલા આરોપીઓ:રોહિતભાઈ કાંતીભાઈ સરવૈયા (રહે. સેન્ટ મેરી સ્કુલ પાસે, નવલખી રોડ, મોરબી)
રફીકભાઈ નુરમામદભાઈ જામ (રહે. લક્ષ્મીનગર, તા. મોરબી) ગોપાલભાઈ મોમભાઈ બાબુથર (રહે. લાયન્સનગર/રણછોડનગર, મોરબી) મહેશભાઈ સામંતભાઈ વિંઝવાડીયા (રહે. કારીયા સોસાયટી, વાવડી રોડ, મોરબી) ભરતભાઈ બાબુભાઈ ચાવડા (રહે. નગરદરવાજા, બી.એ. મામુજીવાળી શેરી, મોરબી) પનીવેલ કૃપાસ્વામી આદિદ્રવીડન (રહે. રણછોડનગર, પાણીની ટાંકી પાસે, મોરબી) સતીષભાઈ ઉર્ફે સતાભાઈ બેચરભાઈ રાવા (રહે. ફુલછાબ સોસાયટી, વીસીપરા, મોરબી) સંજયભાઈ ચંદુભાઈ પરેસા (રહે. સેન્ટમેરી સ્કુલ પાસે, નવલખી રોડ, મોરબી) ગોપાલભાઈ લખાભાઈ જાદવ (રહે. રણછોડનગર, પાણીના ટાંકા પાસે, મોરબી) કબ્જે કરેલ મુદ્દામાલ:પોલીસે રોકડા રૂ. ૧,૩૪,૨૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરીને તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.










