MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી સાદુળકાની સીમમાં નવા બનતા કારખાનામાં તસ્કરોનો આતંક, લાખોની ચોરી અને તોડફોડ

 

MORBI:મોરબી સાદુળકાની સીમમાં નવા બનતા કારખાનામાં તસ્કરોનો આતંક, લાખોની ચોરી અને તોડફોડ

 

મોરબી: મોરબી તાલુકાના સાદુળકા ગામની સીમમાંથી ચોરી અને તોડફોડની એક મોટી ઘટના સામે આવી છે. અહીં નિર્માણ પામી રહેલા ‘નેલ્સન સર્ફેસ’ નામના કારખાનામાં અજાણ્યા તસ્કરોએ ત્રાટકીને લાખો રૂપિયાના કોપર વાયરની ચોરી કરી છે અને સાથે જ પ્લાન્ટમાં ભારે તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું છે.

મોરબીના અવનીપાર્ક વિસ્તારમાં રહેતા ૩૧ વર્ષીય વેપારી જયદીપભાઈ ગણેશભાઈ પાંચોટીયાએ આ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ: સાદુળકા ગામની સીમમાં આવેલું ‘નેલ્સન સર્ફેસ’ નામનું નિર્માણાધીન કારખાનું. તસ્કરો કારખાનામાં એસી ફિટિંગ માટે નાખવામાં આવેલા પી.વી.સી. પાઇપ અને કેબલો તોડી તેમાંથી અંદાજે ₹૧,૭૫,૦૦૦ની કિંમતનો કોપર વાયર કાઢીને ચોરી ગયા હતા. ચોરીની સાથે સાથે અજાણ્યા શખ્સોએ કારખાનામાં તોડફોડ કરી અંદાજે ₹૩.૫૦ લાખનું નુકસાન કર્યું હોવાનું સામે આવ્યું છે.ભોગ બનનાર વેપારીની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે ૩ થી ૪ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નવા બની રહેલા એકમોને નિશાન બનાવતી આ ગેંગને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

Back to top button
error: Content is protected !!