MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી 108ની ટીમ બની ‘જીવન રક્ષક’: ટેકનોલોજી અને ત્વરિત નિર્ણયશક્તિથી નવયુવાનને આપ્યું નવજીવન

MORBI:મોરબી 108ની ટીમ બની ‘જીવન રક્ષક’: ટેકનોલોજી અને ત્વરિત નિર્ણયશક્તિથી નવયુવાનને આપ્યું નવજીવન

 

​મોરબી (તા. 23/04/2026): કહેવાય છે કે “સેકન્ડોની કિંમત જિંદગી સમાન હોય છે”, અને આ વાક્યને આજે મોરબી IFT 108ની ટીમે સાર્થક કરી બતાવ્યું છે. ગંભીર ટ્રોમા કન્ડિશનમાં 108ની ટીમે ‘ગોલ્ડન અવર’નો સચોટ ઉપયોગ કરી, મરણમૂખ માં રહેલા એક નવયુવાનને સુરક્ષિત રીતે હોસ્પિટલ પહોંચાડી નવું જીવન આપ્યું છે.



​આજે મોડી રાત્રે 01:14 કલાકે મોરબી સિવિલ હોસ્પિટલના ડૉ. મફી મેમ દ્વારા એક ‘ક્રિટિકલ કોલ ‘ જાહેર કરવામાં આવ્યો હતો. ભરતભાઈ અમરશીભાઈને મારામારીમાં માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેમની સ્થિતિ અત્યંત નાજુક હતી. માથામાં ગંભીર ઇજાને કારણે દર્દી બેભાન હતા, બ્લડ પ્રેશર અને પલ્સ રેટ અનિયંત્રિત હતા, ઓક્સિજન લેવલ સતત ઘટી રહ્યું હતું અને નાક-કાનમાંથી લોહી વહી રહ્યું હતું. આ જોખમી સ્થિતિમાં નવયુવાનનો જીવ બચાવવા તેને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ શિફ્ટ કરવો અનિવાર્ય હતો.

​ચાલુ એમ્બ્યુલન્સમાં ‘રિયલ-ટાઇમ’ રેસ્ક્યુ મોરબીથી રાજકોટ સુધીનો રસ્તો એ માત્ર મુસાફરી નહીં, પણ જીવન-મરણ વચ્ચેનો જંગ હતો. IFT મોરબી 108 ના EMT કરિશ્મા મેડમ જરા પણ વિચલિત થયા વગર કાર્યરત થયા:ડિજિટલ કનેક્ટિવિટી: ERCP ડૉ. મંથન સર સાથે ટેકનોલોજીના માધ્યમથી સતત સંપર્ક કરી ઓનલાઈન માર્ગ પ્રોટોકોલ મુજબ તાત્કાલિક ઓક્સિજન સપોર્ટ અને જરૂરી જીવનરક્ષક સારવાર આપી દર્દીના વાઈટલ્સ મેઈન્ટેન કર્યા.
​બીજી તરફ, એમ્બ્યુલન્સના પાયલોટ સતિષભાઈ દવેએ પોતાની ડ્રાઈવિંગ કુશળતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી, સમય મર્યાદામાં એમ્બ્યુલન્સને સુરક્ષિત રીતે રાજકોટ સિવિલ પહોંચાડી હતી.
​તબીબો અને પરિવાર દ્વારા પ્રશંસા ​રાજકોટ સિવિલના ડૉ. કવિતા મેમે 108ની ટીમની ‘પ્રી-હોસ્પિટલ કેર’ની મુક્ત કંઠે પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, જો ટીમે સમયસૂચકતા ન વાપરી હોત તો નવયુવાનનો જીવ બચાવવો મુશ્કેલ હતો.
​”અમારા માટે 108 ના જવાનો કોઈ સુપરહીરોથી કમ નથી. તેમની મહેનતને કારણે જ આજે મારો પરિવાર સુરક્ષિત છે.” – કિરણબેન (દર્દીના પત્ની) “જ્યાં વિજ્ઞાન અને વીરતાનો સંગમ થાય, ત્યાં મોત પણ હારી જાય છે.”

Back to top button
error: Content is protected !!