GUJARATHALOLPANCHMAHAL

હાલોલ વી.એમ.ગુજરાતી મીડિયમ સ્કૂલમાં માં કલા-મહાકુંભ નું આયોજન કરવામાં આવ્યું

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૨૧.૧૨.૨૦૨૩

હાલોલ તાલુકા માં કલા-મહાકુંભ નું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં હાલોલના ગોધરા રોડ ખાતે આવેલ વી.એમ.શાહ ગુજરાતી મીડીયમ સ્કૂલ પ્રાથમિક વિભાગ માં ધો-3 થી 8 ના બાળકો દ્વારા વિવિધ સ્પર્ધામાં ભાગ લેવામાં આવ્યો હતો.જેમાં દરેક સ્પર્ધામાં શાળાના બાળકો દ્વારા પોતાની કલાનું અદભુત પ્રર્દશન કરવામાં આવ્યું હતું અને દરેક સ્પર્ધા માં નંબર મેળવી શાળાનું નામ તથા પોતાની સાથે પોતાના પરિવાર નું નામ રોશન કર્યું હતું.જેમાં રાસ-દાંડિયા સ્પર્ધા માં પ્રથમ નંબર,લગ્નગીત સ્પર્ધામાં પ્રથમ નંબર,નિબંધ સ્પર્ધામાં પ્રથમ નંબર,વકૃત્વ સ્પર્ધામાં દ્વિત્ય અને તૃતિય નંબર,સુગમ સંગીત સ્પર્ધામાં દ્વિત્ય નંબર,સમુહગીત સ્પર્ધામાં તૃતિય નંબર,ચિત્ર સ્પર્ધા માં દ્વિત્ય નંબર,હાર્મોનિયમ વાદન સ્પર્ધામાં દ્વિત્ય નંબર,તબલા વાદન સ્પર્ધામાં દ્વિત્ય નંબર આંમ દરેક સ્પર્ધામાં દરેક બાળકો એ પોતાની કલા નું ઉત્તમ પ્રર્દશન કરી સિદ્ધિ હાસિલ કરી તે બદલ વી.એમ.શાહ શાળા ગુજરાતી મીડીયમ પ્રાથમિક વિભાગ વતી દરેક બાળકો તથા આ દરેક બાળકો ને માર્ગદર્શન પૂરું પાડનાર પ્રાથમિક વિભાગ ના સંગીત વિષય ના શિક્ષક રિમકેશ પટેલ ને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!