MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી વનાળીયા ગામે ગાળો બોલવાની બાબતે થયેલા ઝઘડામાં હત્યા, આરોપી કાકાની ધરપકડ 

MORBI:મોરબી વનાળીયા ગામે ગાળો બોલવાની બાબતે થયેલા ઝઘડામાં હત્યા, આરોપી કાકાની ધરપકડ

 

મોરબી: મોરબી તાલુકાના વનાળીયા ગામે કૌટુંબિક ઝઘડાએ લોહિયાળ સ્વરૂપ ધારણ કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા કાકાએ જ પોતાના સગા ભત્રીજા પર છરી વડે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો છે.

મળતી માહિતી મુજબ, વનાળીયા ગામે રહેતા ગોરધનભાઈ રાઠોડના પુત્ર મહેશભાઈ અને તેમના કૌટુંબિક કાકા સુરેશ કાનજીભાઈ રાઠોડ વચ્ચે ગાળો બોલવા બાબતે બોલાચાલી થઈ હતી. ગાળો ન બોલવા માટે ઠપકો આપતા મામલો બિચક્યો હતો અને આરોપી સુરેશે આવેશમાં આવી જઈ મહેશભાઈ પર છરીના જીવલેણ ઘા ઝીંકી દીધા હતા.

હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા મહેશભાઈને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, ટૂંકી સારવાર બાદ તેમનું કરુણ મોત નીપજ્યું હતું, જેને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.ઘટનાની જાણ થતા જ મોરબી તાલુકા પોલીસની ટીમ સક્રિય થઈ હતી અને ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી સુરેશ કાનજીભાઈ રાઠોડને ઝડપી લીધો છે. હત્યામાં વપરાયેલ લોહીવાળી છરી પણ પોલીસે જપ્ત કરી છે. હાલ આ મામલે પીઆઇ ઘેટીયા દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી અને તપાસ ચલાવવામાં આવી રહી છે.નજીવી બાબતે ઉશ્કેરાઈ જઈને લેવાયેલું આ પગલું એક હસતા-રમતા પરિવાર માટે કાળ સમાન સાબિત થયું છે.

Back to top button
error: Content is protected !!