MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના લાલપર પાસે રીક્ષાચાલક સાથે ઠગાઈ: વાતોના વડાં કરી અજાણ્યો શખ્સ ૨ લાખની સીએનજી રીક્ષા લઈ રફુચક્કર

 

MORBI:મોરબીના લાલપર પાસે રીક્ષાચાલક સાથે ઠગાઈ: વાતોના વડાં કરી અજાણ્યો શખ્સ ૨ લાખની સીએનજી રીક્ષા લઈ રફુચક્કર

 

મોરબીના લાલપર વિસ્તારમાં એક રીક્ષાચાલક સાથે ચોંકાવનારી ઠગાઈ અને ચોરીની ઘટના સામે આવી છે. જેમાં એક અજાણ્યો શખ્સ રીક્ષાચાલકને વાતોમાં ભોળવી, રીક્ષા ભાડે કરી જી.આઈ.ડી.સી. વિસ્તારમાં લઈ ગયો હતો. ત્યારબાદ રીક્ષાચાલકની નજર ચૂકવીને રૂપિયા ૨,૦૦,૦૦૦ની કિંમતની સીએનજી રીક્ષા ચોરી કરીને ફરાર થઈ ગયો હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.

મળતી વિગતો મુજબ, મોરબીના લાલપર સિરામિક સિટી ટાવર (આઇ-૨, બ્લોક નંબર-૨૦૨) માં રહેતા ૨૦ વર્ષીય જયદિપભાઈ ચંદુભાઈ ચાવડા નામના યુવાને અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.ફરિયાદમાં જણાવ્યા અનુસાર, અજાણ્યો શખ્સ જયદિપભાઈ સાથે વાતોના વડાં કરીને તેમની રીક્ષા ભાડે બાંધીને જી.આઈ.ડી.સી. વિસ્તારમાં લઈ ગયો હતો. ત્યાં મોકો જોઈને આ શાતિર ઠગ રીક્ષાચાલકની નજર ચૂકવી, તેની બજાજ કંપનીની સી.એન.જી રીક્ષા (રજીસ્ટ્રેશન નંબર: GJ-36-W-4543) ચોરીને નાસી છૂટ્યો હતો.

ભોગ બનનાર રીક્ષાચાલકે આ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અંદાજે રૂપિયા ૨,૦૦,૦૦૦/- ની કિંમતની રીક્ષા ચોરીનો ગુનો દાખલ કર્યો છે. પોલીસે ફરિયાદના આધારે અજાણ્યા ચોર ઈસમને ઝડપી પાડવા માટે આગળની કાયદેસરની કાર્યવાહી અને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Back to top button
error: Content is protected !!