MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના ઘુંટુ ગામે પિતા-પુત્રની વાતચીતમાં પાડોશીઓનો હુમલો

 

MORBI:મોરબીના ઘુંટુ ગામે પિતા-પુત્રની વાતચીતમાં પાડોશીઓનો હુમલો

 

મોરબી: મોરબી તાલુકાના જૂના ઘૂંટુ ગામે પિતા અને પુત્ર વચ્ચે ચાલતી સામાન્ય વાતચીતને પોતાની ઉપર લઈ પાડોશીઓએ ઉશ્કેરાઈ જઈ એક યુવક પર જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ હુમલામાં યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ (હેમરેજ) પહોંચતા હાલ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.


મળતી માહિતી મુજબ, ઘૂંટુ ગામના આંબેડકરનગરમાં રહેતા અને મજૂરી કામ કરતા ૩૪ વર્ષીય મુકેશભાઈ દેવજીભાઈ વોરા પોતાના ઘર પાસે હાજર હતા. તે સમયે તેમના પિતા તેમને કામ બાબતે ઠપકો આપી રહ્યા હતા. આ પિતા-પુત્ર વચ્ચેની વાતચીતને પાડોશમાં રહેતા સચિનભાઈ દિનેશભાઈ બારોટે પોતાની ઉપર લીધી હતી.

આરોપી સચિને “મને કેમ ગાળો આપો છો?” તેમ કહી અચાનક ઉશ્કેરાઈ જઈ ઝઘડો શરૂ કર્યો હતો. ત્યારબાદ સચિન અને કિશનભાઈ કમલેશભાઈ બારોટ નામના બે શખ્સોએ હથિયારો સાથે યુવક પર તૂટી પડ્યા હતા.
ગંભીર ઈજાઓ અને પોલીસ કાર્યવાહી સચિન બારોટે લાકડાના ધોકા વડે મુકેશભાઈના ખભા, વાંસા અને કાનના ભાગે મૂઢ માર માર્યો હતો.કિશન બારોટે લોખંડના પાઇપ વડે મુકેશભાઈના માથામાં જોરદાર ઘા ઝીંક્યો હતો, જેના કારણે તેમને માથામાં ફ્રેક્ચર અને હેમરેજ જેવી ગંભીર ઈજાઓ પહોંચી હતી.આ લોહિયાળ ઘટના અંગે મુકેશભાઈએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં બંને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને આરોપીઓ સામે કાયદેસરની તપાસ અને ધરપકડની તજવીજ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!