MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં એપાર્ટમેન્ટમાં પાર્કિંગમાં ચાલવા બાબતે પાડોશી બાખડયા:ચાર શખ્સોએ માતા અને પતિ-પત્નીને માર માર્યા

MORBI:મોરબીમાં એપાર્ટમેન્ટમાં પાર્કિંગમાં ચાલવા બાબતે પાડોશી બાખડયા:ચાર શખ્સોએ માતા અને પતિ-પત્નીને માર માર્યા

 

 

મોરબીના કંડલા બાયપાસ રોડ કામધેનુની સામે ડીવાઈન પાર્કમાં આવેલ સત્ય-બી અલર્ટમેન્ટમાં બ્લોક નં.૩૦૧ માં રહેતા નરેન્દ્રભાઈ છગનભાઇ પાંચોટીયા ઉવ.૪૨ એ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી મનોજભાઇ રમણીકભાઈ આદ્રોજા, -વિશાલભાઈ અમરશીભાઈ ઘોડાસરા,-નિલેશભાઈ પ્રભુભાઇ બારૈયા, -ભાવીકભાઈ કારૂભાઈ વિરમગામા રહે.તમામ સત્ય-બી અપાર્ટમેન્ટવાળા સામે ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે ગત તા. ૨૪/૦૯ ના રોજ બપોરના સમયે ફરિયાદી નરેન્દ્રભાઇના માતા સવિતાબેન સત્ય-બી એપાર્ટમેન્ટમાં ચાલીને જતા હતા ત્યારે આરોપી વિશાલભાઈ ઘોડાસરાના માતાએ તેમને કહ્યું કે ચપ્પલ હાથમાં લઈને ચાલો પાર્કિંગ બગડે છે જે બાબતે લેડીઝ-લેડીઝ વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હોય જેનો ખાર રાખી તે જ દિવસે રાત્રે ૧૦ વાગ્યાના અરસામાં નરેન્દ્રભાઇ મોબાઈલમાં ફોન કરી આરોપી મનોજભાઈએ તેઓને તથા તેમની પત્ની શોભનાબેન તથા માતા સવિતાબેન એમ ત્રણેયને એપાર્ટમેન્ટની છત ઉપર બોલાવ્યા જેથી ત્રણેય એપાર્ટમેન્ટની છત ઉપર ગયા ત્યારે ઉપરોક્ત ચારેય આરોપીઓ ત્યાં હાજર હોય જે નરેન્દ્રભાઈને ગાળો આપવા લાગ્યા ત્યારે ગાળો આપવાની ના પાડતા ચારેય આરોપીઓ લાકડાના ધોકા તથા ઢીકાપાટુનો નરેન્દ્રભાઈને માર મારવા લાગ્યા જેથી વચ્ચે છોડાવવા સવિતાબેન તથા શોભાનાબેન પડતા ચારેય આરોપીઓ દ્વારા બંને મહિલાને પણ ઢીકા પાટુનો માર મારવા લાગ્યા, જે બાદ નરેન્દ્રભાઈ તેમની માતા અને પત્નીને લઈને ત્યાંથી જતા હોય ત્યારે આરોપીઓએ કહેલ કે આજ બચી ગયા છો હોવી માથાકૂટ કરી છે તો જાનથી મારી નાંખશું તેવી ધમકી આપી હતી. હાલ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હાલ આરોપીઓ સામે ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

Oplus_131072

Back to top button
error: Content is protected !!