Halvad:ડ્રગ્સમાં પકડાયેલા વ્યક્તિને નાતો ભાજપ સ્વીકારવા ત્યાંર છે ના તો કોંગ્રેસ, બંનેને મત જોતા હતા ત્યારે આગળ રાખ્યા હતા. !!!




ડ્રગ્સમાં પકડાયેલા વ્યક્તિને નાતો ભાજપ સ્વીકારવા ત્યાંર છે ના તો કોંગ્રેસ, બંનેને મત જોતા હતા ત્યારે આગળ રાખ્યા હતા. !!!


હળવદ ખાતે તાજેતરમાં ડ્રગ્સની હેરાફેરીમાં પકડાયેલ મોરબીના અહેમદ દાઉદ ભાઈ સુમરા ના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે તેમજ ભાજપના ખેસ સાથે ફોટા વાયરલ થયેલ, અહેમદ સુમરા ગત નગરપાલિકાની ચૂંટણી કોંગ્રેસના નેજા હેઠળ લડેલ ત્યારબાદ તેઓ ભાજપમાં આવેલ જેના અનુસંધાને ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ અહેમદ સુમરા ના ફોટા કોંગ્રેસના ધારાસભ્યો અને નેતાઓ સાથે હાલ વાઇરલ કરેલ છે. આમ જોઈએ તો જ્યારે કોંગ્રેસને કે ભાજપને અહેમદ સુમરા પાસેના સમાજના મતો ની જરૂર હતી ત્યારે તેઓ બંને તેમને આગળ રાખ્યા હતા અને હાલ બંને તેને છોડી રહ્યા છે આજ છે રાજનીતિનો સાચો ચહેરો…

ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરેલ ફોટાઓ સાથે લખ્યું છે કે, લે આ લે ડ્રગ્સ માં પકડાયેલ આરોપી તો કોંગેશ ના ધારાસભ્ય સાથે અને કોંગ્રેસ ના નેતા સાથે છે અને આ ભાઈ કોંગ્રેશ ના મોરબી નગર પાલિકા ના ઉમેદવાર હતા તો શું ડ્રગ્સ માં કોંગ્રેશ ભાગીદાર હશે?

મોરબી ના ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા અને દેશના અનેક નેતાઓ જોડે જેમનો ફોટો હોય એવી વ્યક્તિ જો ડ્રગ્સ વેચતી ધ્યાનમાં આવે તો એને પકડવામાં ગુજરાત પોલીસે કોઈ કસર છોડી નથી તે મોટું સર્ટિફિકેટ છે. ગુજરાત રાજ્યમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર ડ્રગ્સ માફિયા કોઈપણ ચમરબધી હોય એને છોડવામાં નઈ આવે.

ડ્રગ્સ માફિયા અને લૂખા તત્વો ને કોઈ રાજકીય પાર્ટી કે કોઈ ધર્મ હોતો નથી એને એની સજા મલવી જોયે…
ખરેખર આમ જોઈએ તો હાલ પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે બે નંબરનો ધંધો કરનાર વ્યક્તિને પાર્ટીએ સાચવવા પડે છે કારણ કે ત્યાંથી મત અને પૈસા બંને મળતા હોય છે હાલ અહેમદ સુમરા ડ્રગ્સ કેસમાં પકડાયા બાદ હવે ના તો કોંગ્રેસ તેને ઓળખે છે ના તો ભારતીય જનતા પાર્ટી તેને ઓળખે છે. બાકી સૌ કોઈ જાણે છે કે આ ભાઈ બંને પાર્ટીનો હાથો પણ બની ચૂક્યા છે.





