MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં નેકનામ ગામે પોષણ માસ અને સ્વચ્છતા હી સેવા અભિયાનની ઉજવણી કરાઈ

MORBI:મોરબીમાં નેકનામ ગામે પોષણ માસ અને સ્વચ્છતા હી સેવા અભિયાનની ઉજવણી કરાઈ

 

 

સ્વચ્છતાની જાગૃતિ સાથે વાનગી સ્પર્ધાનું આયોજન કરાયું; રસોઈ અને ઘરમાં સ્વચ્છતા અંગે માર્ગદર્શન અપાયું

મોરબી જિલ્લામાં ટંકારા તાલુકાના નેકનામ ગામે સ્વચ્છતા હી સેવા અભિયાન અને પોષણ માસની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા જાગૃતિ સાથે વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

સમગ્ર રાજ્યમાં હાલ સ્વચ્છતા હી સેવા અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે. ઉપરાંત સપ્ટેમ્બર માસની પણ પોષણ માસ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે મોરબી જિલ્લામાં પણ અનેકવિધ આયોજનો હાથ ધરવામાં આવી રહ્યા છે. મોરબીમાં ટંકારા તાલુકાના નેકનામ ગામ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળની સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના તથા આઇસીડીએસના સંયુક્ત ઉપક્રમે રોજિંદા જીવનમાં સ્વચ્છતાના મહત્વ અંગે માર્ગદર્શનની સાથે પોષણ યુક્ત વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રસોઈ સ્પર્ધામાં નેકનામ ગામની મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આપણું રસોડું એ આપણા સ્વાસ્થ્ય સાથે સીધું સંકળાયેલું છે. ત્યારે મહિલાઓને રસોડામાં રાખવાની થતી સ્વચ્છતા, હાથ ધોઈને જ રસોઈ બનાવવી, શાકભાજી અને ફળ ધોઈને જ ઉપયોગમાં લેવા તથા રસોડાના સૂકા તથા ભીના કચરાને અલગ રાખી તેનું યોગ્ય વ્યવસ્થાપન કેવી રીતે કરવું તે અંગે મહિલાઓને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે સૌએ સ્વચ્છતા શપથ પણ લીધા હતા.

Back to top button
error: Content is protected !!