GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં વિશ્વ સાઇકલ દિવસ નિમિત્તે જિલ્લા પ્રા.શિક્ષણ ‌સંઘના પૂર્વ પ્રમુખ દ્વારા યુવાનોને દરરોજ નિયમિત સાઇકલ ચલાવવા અપીલ

MORBI:મોરબીમાં વિશ્વ સાઇકલ દિવસ નિમિત્તે જિલ્લા પ્રા.શિક્ષણ ‌સંઘના પૂર્વ પ્રમુખ દ્વારા યુવાનોને દરરોજ નિયમિત સાઇકલ ચલાવવા અપીલ

 

 

સમગ્ર વિશ્વમાં દર વર્ષે ૩ જૂનના રોજ વિશ્વ સાઇકલ દિવસ ઉજવવામાં આવે છે, ત્યારે મોરબીના લોકો માટે ગૌરવ લેવા જેવી વાત એ છે કે મોરબીની શ્રી રોટરીગ્રામ (અ) પ્રા. શાળાના આચાર્યશ્રી અને મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખશ્રી મણિભાઈ વી. સરડવા છેલ્લા ૩ વર્ષથી વહેલી સવારે નિયમિત ૪:૦૦ વાગ્યે ઊઠી ફ્રેશ થઈ ૪:૩૦ કલાકે સાઇકલ લઈને ભક્તિનગર સર્કલથી લીલાપર ગેઇટ સુધી દરરોજ બે રાઉન્ડ લગાવી આશરે ૨૦ થી ૨૫ કિ.મી. સાઇકલ ચલાવી આજના સમયમાં પ્રેરણાદાયી કાર્ય કરી રહ્યા છે. વિશ્વ સાઇકલ દિવસ નિમિત્તે શ્રી મણિભાઈ વી. સરડવાએ મોરબીના યુવાનોને દરરોજ નિયમિત સાઇકલ ચલાવવાના અભિયાનમાં જોડાવા અપીલ કરી છે. મણિભાઈ સરડવાએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે આજના સમયમાં સાઇકલ ચલાવવાથી પર્યાવરણને પણ ફાયદો થાય છે અને માનવીનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે.

Back to top button
error: Content is protected !!