MORBI:મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે મારામારીમાં એકનું મોત : ત્રણ ઈજાગ્રસ્ત







MORBI:મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે મારામારીમાં એકનું મોત : ત્રણ ઈજાગ્રસ્ત



મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીક બે જૂથ વચ્ચે મારામારી થવા પામી હતી જે બનાવમાં ૨૬ વર્ષીય યુવાનને છરીના ઘા ઝીકી દેતા ઈજાગ્રસ્ત યુવાનનું સારવારમાં મોત થયું હતું અને બનાવ હત્યામાં પલટાયો છે પોલીસે બનાવ મામલે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ નવી નવલખીના રહેવાસી દલ આસિફ ઇલીયાસ (ઉ.વ.૨૬) અને તેની સાથે એક ઇસમ હતો જયારે સામાપક્ષે ન્યુ નવલખીના રહેવાસી ત્રણ ભાઈઓ હસન અબ્દુલ સોતા (ઉ.વ.૩૦)< અબ્બાસ અબ્દુલ સોતા (ઉ.વ.૨૯) અને સુલતાન અબ્દુલ સોતા (ઉ.વ.૨૬) હતા અબ્બાસ સોતાને અગાઉથી ચાલતી માથાકૂટ મામલે પીપળીયા ચાર રસ્તા પાસે જામગર જવાના રસ્તે બંને જૂથ વચ્ચે બઘડાટી બોલી ગઈ હતી અને આસિફ દલ તેમજ તેની સાથે રહેલી વ્યક્તિએ છરી વડે હુમલો કરી દીધો હતો મારામારીમાં તમામને નાની મોટી ઈજા પહોચતા સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત અબ્બાસ અબ્દુલ સોતાનું સારવારમાં મોત થયું હતું

મારામારીનો બનાવ હત્યામાં પલટાયો છે જેથી પોલીસે હત્યાની ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે મારામારીના બનાવમાં સામેલ મૃતક પક્ષના ત્રણ અને સામેના પક્ષનો એક એમ ચાર વ્યક્તિ સારવાર હેઠળ છે અને એક અજાણ્યો ઇસમ નાસી ગયો છે તેમજ સિવિલ હોસ્પિટલ સારવાર માટે લાવવામાં આવ્યા બાદ પણ બંને પક્ષે મારામારી કરી હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે



