MORBI:મોરબી શનાળા નજીક હોટેલમાં ફાયરીંગના ગુનામાં એક ઇસમ ઝડપાયો
MORBI: મોરબીના શનાળા નજીક હોટેલમાં ફાયરિંગ ગુનામાં એક ઇસમ ઝડપાયો
બે હથિયાર-૫ જીવતા કાર્ટીઝ કબજે
મોરબીના શનાળા નજીક હોથલ હોટેલ ખાતે બનેલ ફાયરીંગના ગુનામાં પોલીસે એક ઈસમને ઝડપી લઈને ગુનામાં વપરાયેલ હથિયાર પિસ્તોલ અને અન્ય એક પિસ્તોલ સહિય્ત બે હથિયાર તેમજ ૫ જીવતા કાર્ટીઝ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
ગત તા. ૨૭ ના રોજ મોરબીના શનાળા નજીક આવેલ હોથલ હોટેલ ખાતે હથિયાર ચેક કરતા ફાયરીંગની ઘટના બની હતી જેમાં એક વ્યક્તિને ઈજા પહોંચતા પોલીસે ગુનો નોંધી તપાસ ચલાવી હતી જે બનાવની તપાસમાં એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ગુનામાં સંડોવાયેલ આરોપી ભાર્ગવ ઉર્ફે મોન્ટુ પલ્લવભાઈ રાવલ (ઉ.વ.૨૮) રહે ભક્તિઅંગાર સર્કલ અનામિકા પાર્ક સોસાયટી મોરબી વાળાને ઝડપી લીધો હતો
જે આરોપીના કબજામાંથી પોલીસે દેશી હાથ બનાવટની મેગ્જીન વાળી પિસ્તોલ નંગ ૦૨ કીમત રૂ ૨૦,૦૦૦ તેમજ જીવતા કાર્ટીઝ નંગ ૦૫ કીમત રૂ ૫૦૦ સહીત કુલ રૂ ૨૦,૫૦૦ નો મુદામાલ કબજે લઈને આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે