MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana):માળીયા (મી) ઘાટીલા ગામે કેનાલ પર મશીનમાંથી ડીઝલ ચોરી કરતો એક ઝડપાયો, ત્રણ ફરાર

 

MALIYA (Miyana) :માળીયા (મી.) ઘાટીલા ગામે કેનાલ પર મશીનમાંથી ડીઝલ ચોરી કરતો એક ઝડપાયો, ત્રણ ફરાર

માળીયા(મી) તાલુકાના ઘાટીલા ગામની સીમમાં કેનાલ પર મૂકેલા ડીઝલ મશીનમાંથી ડીઝલ ચોરી કરતા ચાર શખ્સોમાંથી એકને ખેડૂત અને અન્ય ખેડૂતોએ ઝડપી પાડ્યો હતો. જ્યારે તેના ત્રણ સાગરિત મોટરસાયકલ લઈને ફરાર થઈ ગયા હતા. પોલીસે ચોરી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી નાસી ગયેલ આરોપીઓને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

માળીયા(મી) તાલુકાના ઘાટીલા ગામની વેલાવારી સીમમાં આવેલા ખેતરમાં પાણી પાવા માટે રાખવામાં આવેલા ડીઝલ મશીનમાંથી ડીઝલ ચોરી કરવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ અંગે ખેડૂત રાજેશભાઈ ગોવિંદભાઈ વિડજા ઉવ.૫૩ રહે.ઘાટીલા ગામ તા.માળીયા(મી) વાળાની ફરિયાદના આધારે પોલીસે આરોપી (૧)સુમિતભાઈ લાભુભાઈ ઝીંઝરીયા, (૨)સુનીલભાઈ મનજીભાઈ ઝીઝરીયા, (૩)સુરેશભાઈ મનજીભાઈ ઝીઝરીયા તથા (૪)અશ્વિનભાઈ વેલજીભાઈ ઝીઝવાડીયા બધા રહે. કોપરણી ગામ તા.ધ્રાંગધ્રા જી.સુ.નગર વાળા સામે ગુનો નોંધ્યો છે.

 

ફરિયાદ મુજબ, ફરિયાદી રાજેશભાઈ ગત તા ૧૨/૦૬ના રોજ પોતાના કપાસના ખેતરમાં પાણી વાળવા માટે ગયા હતા. ત્યારે રાત્રે આશરે બે વાગ્યાના અરસામાં તેઓ કેનાલ ઉપર રાખેલા ડીઝલ મશીન પાસે પહોંચતા ત્યાં ચાર અજાણ્યા શખ્સો શંકાસ્પદ હાલતમાં જોવા મળ્યા હતા. ખેડૂત નજીક પહોંચતા ત્રણ શખ્સો એક મોટરસાયકલ પર બેસીને ફરાર થઈ ગયા હતા, જ્યારે એક શખ્સ મોટરસાયકલ ચાલુ કરી ભાગવાનો પ્રયાસ કરતાં પકડાઈ ગયો હતો. બાદમાં આસપાસના ખેડૂતોને બોલાવી પૂછપરછ કરતાં પકડાયેલા શખ્સે પોતાનું નામ સુમિતભાઈ લાભુભાઈ ઝીંઝરીયા હોવાનું જણાવ્યું હતું. તેની પાસેથી ૧૦ લીટરના પ્લાસ્ટિક કેરબામાં આશરે ૨ લીટર ડીઝલ મળી આવ્યું હતું, આરોપીએ આ ડીઝલ ફરિયાદીના મશીનમાંથી ચોરી કર્યું હોવાનું કબૂલ્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

તપાસ દરમિયાન આરોપી પાસેથી એક ધારદાર છરી પણ મળી આવી હતી. જ્યારે તેના સાગરિતો સુનીલભાઈ મનજીભાઈ ઝીંઝરીયા, સુરેશભાઈ મનજીભાઈ ઝીંઝરીયા અને અશ્વિનભાઈ વેલજીભાઈ ઝીઝવાડિયા સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. હાલ માળીયા(મી) પોલીસે પકડાયેલ તથા નાસી ગયેલ તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

Back to top button
error: Content is protected !!