GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના લગધીરપુર રોડ ઉપર સોરીસો ચોકડી પાસેથી વિદેશી દારૂ ભરેલી બલેનો કાર સાથે એક ઈસમ ઝડપાયો

 

MORBI:મોરબીના લગધીરપુર રોડ ઉપર સોરીસો ચોકડી પાસેથી વિદેશી દારૂ ભરેલી બલેનો કાર સાથે એક ઈસમ ઝડપાયો

 

મોરબી તાલુકા પોલીસે લગધીરપુર રોડ ઉપર સોરીસો ચોકડી પાસેથી બાતમીને આધારે વોચ ગોઠવી વિદેશી દારૂ ભરેલી બલેનો કારના ચાલકને વિદેશી દારૂની 120 બોટલ તેમજ 6 લાખની કાર સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.

Oplus_131072

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસને બાતમી મળી હતી કે, લગધીરપુર રોડ ઉપર સોરીસો ચોકડી નજીક એક બુલેગર કારમાં વિદેશી દારૂનો જથ્થો લઈને આવી રહ્યો છે. જે બાતમીને આધારે તાલુકા પોલીસે વોચ ગોઠવતા જીજે-13-સીઈ-4003 નંબરની શંકાસ્પદ કર પસાર થતા કર ચાલક આરોપી હાર્દિક રમેશભાઈ પલાણી રહે.ચુલી, ધ્રાંગધ્રા વાળાને અટકાવી કારની તલાસી લેતા કારમાંથી વિદેશીદારૂની 120 બોટલ કિંમત રૂપિયા 74,448 મળી આવતા રૂપિયા 6 લાખની કાર તેમજ 10 હજારના મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 4,84,448નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. આરોપીની પૂછતાછમાં ધ્રાંગધ્રાના સોલડી ગામના મુન્ના ભાલુભાઈ મેવાડાની સંડોવણીની આરોપીએ કબૂલાત આપતા બન્ને વિરુદ્ધ તાલુકા પોલીસ અમથકમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!